પાણી આપણા જીવન માટે અને આપણા શરીર માટે ખૂબ મહત્વનું છે. જો શરીરમાં પાણીની ઉણપ થઇ જાય (ડિહાઇડ્રેશન) તો ઘણા રોગોનું જોખમ રહે છે. પરંતુ દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાતો અલગ હોય છે અને જો તમે તેના કરતા વધારે પાણી પીતા હોવ તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.આરોગ્ય નિષ્ણાતો હંમેશાં ભલામણ કરે છે કે જ્યારે તમને તરસ લાગે છે ત્યારે જ પાણી પીવો. જો તમને તરસ ન લાગે તો બિનજરૂરી પાણી પીશો નહીં. ક્લિનિકલ જર્નલ એફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પણ આ કહેવામાં આવ્યું છે. સરેરાશ, તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 2-3 લિટર પાણી પીવું જરૂરી છે. કોઇ વ્યક્તિ કયા વાતાવરણમાં છે, તે કેટલી ફિઝિકલ એક્ટિવીટી કરે છે, આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા લોકોની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોય છે. પરંતુ જરૂર કરતા વધુ પાણી પીવાથી અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે.
1. વધારે પાણી પીવાથી, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડે છે. ઇલેક્ટ્રોલાઇટ એ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સનું મિશ્રણ છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરવામાં તેમજ અંગોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
2. શરીર માટે જરૂરી કરતા વધારે પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે, જે કિડની પર સીધી અસર કરે છે. અતિશય પાણી કિડનીના કામ કરવાનો ભાર વધારે છે, જેથી કિડની ફેલ થવાનું જોખમ રહે છે.
3. એક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે વધારે પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી જાય છે, જે હાયપોટ્રેમિઆનું જોખમ વધારે છે.
4. વધારે પાણી પીવાને કારણે, શરીરમાં હાજર કોષોમાં સોજો આવી જાય છે, અને આ સ્થિતિ તમારા જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.