નવી દિલ્હી,
ભારતમાં કોવિડ-૧૯ મહામારીની વિનાશકારી બીજી લહરનો સામનો કરવામાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સટ્રેટરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે મદદ માટે બ્રિટનથી લાઇફ સેવિંગ હેલ્પ પેકેજની પહેલી ખેપ આજે સવારે દિલ્હી પહોંચી. જેમાં ૧૦૦ વેન્ટિલેટર અને ૯૫ ઓક્સિજન કોન્સટ્રેટર છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી. બ્રિટન સરકારના સૂત્રોએ જણાવ્યું કે વિદેશી રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય દ્વારા ચૂકવવવામાં આવેલી આગામી ખેતનો પ્રબંધ આ સપ્તાહ દરમિયાન કરવામાં આવી રહ્યો છે જેમાં ૯ એરલાઇન કન્ટેનર લોડ સામેલ હશે. તેમાં ૪૯૫ ઓક્સિજન કન્સટ્રેટર, ૧૨૦ નોન-ઇંવેજિવ વેન્ટિલેટર અને ૨૦ મેન્યૂઅલ વેન્ટિલેટર સામેલ છે. મીડિયાના સૂત્રોનું કહેવું છે કે, હાલ ધ્યાન તાત્કાલિક જરૂરી ઉપકરણોના કોન્સટ્રેટર ફ્લોને ઝડપી બનાવવાનું છે. લાંબા ગાળામાં ભારતમાં જરુરિયાતોને પૂરી કરવા માટે સરકારી વિભાગો, બંને દેશોના હાઇ કમીશન, બ્રિટનમાં ભારતીય મૂળના સમૂહોની વચ્ચે ચર્ચા ચાલુ છે. વીકેન્ડમાં એફસીડીઓએ ઘોષણા કરી હતી કે ભારત સરકારની સાથે ચર્ચા બાદ કોવિડ-૧૯ની વિરુદ્ધ ભારતની લડાઈમાં સહયોગ કરવા માટે ૬૦૦થી વધુ અગત્યના મેડિકલ ઉપકરણ ભારત મોકલશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસને કહ્યું કે, આ ખતરનાક વાયરસી જીવનને બચાવવા માટે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત મહત્ત્વપૂર્ણ મેડિકલ ઉપકરણ બ્રિટન ભારત પહોંચાડશે. તેઓએ કહ્યું કે, બ્રિટન ભારતની સાથે એક મિત્ર અને સાથીના રૂપમાં આ કઠીન સમયમાં ઊભું છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતને ખૂબ અગત્યનું ભાગીદાર ગણાવ્યું અને સોમવારે વિદેશ મંત્રી. એસ. જયશંકરની સાથે વાતચીત કરી. જયશંકશે ફોન કોલ બાદ એક ટ્વીટર નિવેદનમાં કહ્યું કે, અમે કોવિડ પડકારોના વિવિધ પાસાઓ સંબંધિત સહયોગ માટે ચર્ચા કરી હતી. સાથોસાથ અમારા દ્વીપક્ષીય એજન્ડામાં પ્રગતિની સમીક્ષા કરી. નોંધનીય છે કે, વ્હાઇટ હાઉસે પણ ભારતને ઓક્સિજન સપ્લાય, કોવિડ-૧૯ વેક્સીનના કાચા માલની મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત અમેરિકા પીપીઇ કિટ્સ અને જરૂરી દવાઓ પણ પૂરી પાડશે. ફોન પર વાતચીત બાદ બાઇડને ટ્વીટ કર્યું કે, આજે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને કોવિડ-૧૯ની વિરુદ્ધ જંગમાં ઇમરજન્સી સહાયતા અને સંસાધન પ્રદાન કરવા માટે અમેરિકાના પૂર્ણ સમર્થનનો વાયદો કર્યો. ભારત અમારા માટે ઊભું હતું અને અમે તેના માટે ઊભા રહીશું.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.