નવી દિલ્હીઃ અત્યારે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશ ઉપર કોરોનાનું સંકટ છવાયું છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડો. નવજોત દાહિયાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી રાજ્યોમાં રાજનીતિક રેલીઓનું આયોજન અને કુંભના આયોજનની મંજૂરી આપવા માટે કોરોના વાયરસના સુપર સ્પ્રેડર કહ્યા હતા. ધ ટ્રીબ્યૂન અનુસાર દહિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તંત્ર કોવિડ-19ના નિયમોને અનિવાર્ય બનાવવા માટે સખત મહેનત કરે છે ત્યારે પીએમ મોદીએ મોટી રાજકીય રેલીઓ સંબોધીત કરવા માટે સહેજ પણ સંકોચ કર્યો નહીં.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર દહિયાએ કહ્યું કે જ્યારે જાન્યુઆરી 2020માં ભારતમાં કોરોના વાયરસનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ સંક્રમણ સામે લડવા માટે વ્યવસ્થા કરવાના બદલે ગુજરાતમાં એક લાખથી વધારે લોકોની સભાઓનું આયોજન કર્યું અને તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. હવે કોવિડ-10ની બીજી લહેર અત્યારે સમય ચમર સીમા ઉપર નથી. તો સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રણાલી નિષ્ફળ રહી છે. કારણ કે નરેન્દ્ર મોદીએ આખા વરસ દરમિયાન આને મજબૂત કરવા માટે કોઈ પગલાં ભર્યાં નથી.
ભારતમાં મહામારી ઉપર આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજને પણ કોરોના વાયરસ સંકટથી લડવા માટે પીએમ મોદી અને તેની અસફળતાની આલોચના કરવામાં આવી રહી છે. આઈએમએના ઉપાધ્યક્ષે એ પણ કહ્યું કે મેડિકલ ઓક્સીજનની અછત અનેક કોવિડ-19 દર્દીઓના મોતનું કારણ બની ચુકી છે. તેમણે કહ્યું કે ઓક્સીજન પ્લાન લગાવવા માટેની અનેક પરિયોજનાઓ હજી પણ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગમાં છે. પરંતુ મોદી સરકાર તરફથી આવી કોઈ જ જરૂરિયાત ન ગણાવી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગભગ દરેક સ્મશાન અને હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનોમાં લાશો સાથે મહામારીનો પ્રભાવ દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે કૃષી કાયદાઓનો વિરોધમાં ખેડૂત આંદોલનના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર રીતે કામ કર્યું નથી. ખેડૂતોના મુદ્દાઓનું સમાધાન કર્યા વગર મોટી સંખ્યામાં ઉપસ્થિતિની મંજૂરી આપી દીધી. જેનાથી કોરોના વાયરસનો ગંભીર ખતરો ઉભો થયો.