નવી દિલ્હીઃ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના પકડાર જનક ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે બે તૃત્યાંશ બહુમતી મળવી કોઈ ચમત્કારથી ઓછું નથી. આ ચૂંટણી એટલી અનિશ્ચિત થઈ ગઈ હતી કે મમતા બેનર્જી કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સ્વયં ડગી ગયા હતા. તેમણે ભાજપની વ્યૂહ રચના લોખંડી માની લીધી હતી.
દેશના મોટાભાગના લોકો કહી રહ્યા હતા કે ટક્કર બરાબરની રહેશે. અને ભાજપ, તૃણમૂળ કોંગ્રેસને તોડીને સરકાર બનાવી લશે. હવે પશ્વિમ બંગાળની જનતાએ એવો નિર્ણય આપ્યો છે કે કોઈ જ પ્રકારની તિકડમ અને ખરીદી થવાની ગુંજાઈશ અત્યારે દેખાતી નથી. આ નિર્ણયમાં એક મોટું કારણ બાંગ્લા રાષ્ટ્રવાદનું સમાવેશી ચરિત્ર છે. જેમાં હિન્દુત્વના આક્રામક સ્વરૂપને હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રેલીઓમાં મમતા બેનર્જીને દીદી ઓ દીદી તરીકે ચીડવ્યા હતા. મોદીએ તેમની ઘણી રેલીઓમાં મમતા બેનર્જી માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે, 2 મેના રોજ આજે ચૂંટણીના પરિણામો જેમ જેમ સ્પષ્ટ થતા ગયા તેમ તેમ ફરી, દીદી ઓ દીદી ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેના પર 16.4 હજાર ટ્વીટ્સ આવી ચુકી છે. ચાલો તમને બતાવીએ કે કેવી રીતે દિદી ઓ દીદી મજેદાર રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે.
ટ્વિટર ઉપર યુઝર્સે કરેલી કેટલીક કમેન્સ્ટના અંશ
જેમ જેઠાલાલને બબીતા જી ન મળ્યા, તેમ જ મોદીજીને બંગાળ ન મળ્યું, બીજેપીની નૈયા મિથુન ચક્રવર્તી પણ પાર ન લગાવી શક્યા, ચૂંટણીનું પરિણામ હજુ સ્પષ્ટ તયું નથી તેવામાં જ આ હાલત છે, રેલીઓ બાદ પણ મોદીજીનો જાદુ બંગાળ પર કામ કરી શક્યો નહીં, દીદીએ વિજય પછી પોતાનો સિક્કો ફરીથી મજબૂત કર્યો, પરિણામો જોઇને લોકોએ આ રીતે ભાજપની મજાક ઉડાવી, લોકોએ ટ્વિટર પર ઘણી રમૂજી મેમ્સ શેર કરી