નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભારતમાં આ સપ્તાહમાં કોરોના પીક ઉપર રહેશે. ગણિતના એક મૉડલના નિષ્ણાત પ્રોફેસર એમ. વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર સાતમી મેના રોજ પોતાના પીક પર હોઈ શકે છે. તેમણે કહ્યું કે દેશના હેલ્થ ક્ષેત્રએ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે.
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે, આ અઠવાડિયે કોરોના પોતાના પીક પર આવી શકે છે. જે બાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. પ્રો. વિદ્યાસાગરે કહ્યુ કે, સાતમી મેના રોજ કોરાના પોતાના પીક પર હશે. જોકે, તેમણે કહ્યુ કે, દરેક રાજ્યમાં સ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે. દરેક રાજ્યમાં કોરોના પીક પર પહોંચવાનો સમય થોડો અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જે રીતે આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે કોરોનાની લહેર કાં તો પીક પર છે અથવા તેની ખૂબ નજીક છે.
પ્રોફેસર વિદ્યાસાગરે કોરોનાના પીક અને કેસ ઘટવા અંગે જે માહિતી આપી છે તે સાચી હોય તો દેશ માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે. હકીકતમાં દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે. કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હૉસ્પિટલોમાં બેડ અને ઑક્સિજન પણ ઓછા પડી રહ્યા છે.
પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે, કોરોનાની સ્થિતિને સમજવા માટે સરેરાશ સાત દિવસની કોરોનાની સ્થિતિને જોવાની જરૂર છે. દરરોજ કોરોનાના આંકડા વધી કે ઘટી રહ્યા છે. આપણે ફક્ત રૉ નંબર ન જોવા જોઈએ, દૈનિક સરેરાશ કેસ પણ જોવા જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાના આંકડા અંગે મેં જેટલો અભ્યાસ કર્યો છે તેના પરથી હું કરી શકું કે અઠવાડિયાના અંતમાં તેમાં ઘટાડો આવવા લાગશે.
પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે કોરોનાનો પીક દરેક રાજ્યમાં અલગ અલગ હશે. તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.
ગરે કહ્યુ કે કોરોનાનો પીક દરેક રાજ્યમાં અલગ અલગ હશે. તેમણે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી. એટલે કોરોનાનો પીક પણ સૌથી પહેલા ત્યાં જ આવશે. દર્દીઓની સંખ્યા પણ ત્યાં જ સૌથી ઓછી થશે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલા રાજ્યોની સ્થિતિ પણ એવી જ હશે. કારણ કે મહારાષ્ટ્રને કારણે અહીં કોરોનાના આંકડા વધારે છે. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં ધીમે ધીમે પીક આવશે અને બાદમાં કેસ ધીમે ધીમે ઘટવા લાગશે. પ્રોફેસર વિદ્યાસગરે કહ્યુ કે મે પછી કોઈ રાજ્યમાં પીક આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.