નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે નિષ્ણાંતો ત્રીજી લહેરની પણ આગાહી કરી ચૂક્યા છે. મહત્વનું એ છે કે કોરોનાની પહેલી લહેરમાં વુદ્ધો જ્યારે બીજીમાં યુવાનો વધારે સંક્રમિત થયા. ત્યારે હવે વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે જો ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવું દુનિયાના બીજા દેશોમાં પણ થયું છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને સંક્રમક રોગોના વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરુ કરવો જોઈએ નહીં તો કોરોનાની ત્રીજી લહેરમાં 18થી ઓછી ઉંમરના લોકોને ખરાબ રીતે સંક્રમિત થશે. સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. નિતિન શિંદે કહે છે કે બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ છે. નહીંતર કોરોનાની ત્રીજી લહેર રસી નહીં લગાવી શકનારા આ બાળકોને ઝપેટમાં લઈ શકે છે.
વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભલે કોરોના હાલમાં બાળકોમાં ગંભીર અને જટિલતા નથી પૈદા કરી રહ્યો પરંતુ બીજી લહેરમાં સંક્રમિત બાળકોની સંખ્યામાં ઘણી તેજી આવી છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.
ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણની શક્યતા જોતા બીએમસી અને મહારાષ્ટ્ર સરકારે મલીને બાળ ચિકિત્સા કોવિડ દેખરેખ વોર્ડ સ્થાપિત કરી રહી છે. આ આશંકાને પગલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગત અઠવાડિયે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને નગરપાલિકા આયુક્તોને કોવિડની ત્રીજી લહેરના હુમલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે.
કોરોનાના મામલે મૈથમેટિક મોડલ એક્ટપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર કહે છે કે કોરોનાની બીજી લહેર 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો છે. આ બાદ તેમાં ઘટાડો થઈ શકે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે પીક આવશે. નવા દૈનિક મામલામાં 1.2 લાખ થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મામલા શૂન્ય નહીં થાય પણ ઘટાડો આવશે.
કેનેડાએ બુધવારે 12 વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની સૌથી નાની ઉંમર 16 વર્ષ સુધીની છે. આનાથી નાની ઉંમરના બાળકોને કોરોનાની રસી નથી લગાવાઈ રહી. તેમજ અમેરિકા પણ હવે 12થી 15 વર્ષના બાળકોને રસી લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. એમેરિકન એજન્સી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફાયઝર કંપનીની કોરોનાની રસીને આવનારા અઠવાડિયાથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને રસી આપવાની પરવાનહી આપી શકે છે.