સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ પહેલેથી જ ખૂબ ચર્ચાઓમાં આવી ગઈ છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફર ફિલ્મની તસવીરો શેર કરતા રહે છે. હવે તેમણે સેટ પરથી ખૂબ જ ખાસ તસવીર કરી છે, જેમાં સલમાન ખૂબ જ દમદાર અને આકર્ષક અંદાજમાં દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં સલમાન કાળા ઘોડા પર સવાર છે અને તેના ચહેરાના હાવભાવ ખૂબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. 22 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2012માં આવેલી સુપરહિટ ‘એક થા ટાઈગર’ની રીમેક છે. મૂળ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી.
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’નું ટ્રેલર આજે લોન્ચ થયું હતું દર્શકો ભારે ઉસ્તાહથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાન અને કેટરીનાએ ઘણી મહેનત કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન અન્ય ફિલ્મોની સરખામણીમાં ખૂબ દૂબળો દેખાશે. આ ફિલ્મ માટે અલગ પ્રકારના એક્શન સીન્સ પણ હશે.
જણાવી દઈએ કે, ફિલ્મમાં સ્ટન્ટ માટે નિર્માતાઓએ ‘ઈન્સેપ્શન’ અને ‘ધ ડાર્ક નાઈટ’ જેવી પ્રસિદ્ધ ફિલ્મોના સ્ટન્ટ ડિરેક્ટર ટૉમ સધરને એપોઈન્ટ કર્યા છે. ફિલ્મમાં સલમાન અને કેટરીના જાસૂસની ભૂમિકામાં દેખાશે.