2020માં ઉમરગામના એક વિસ્તારમાં રહેતી 6 વર્ષીય બાળકી ધુળેટી નિમિત્તે નજીકના વિસ્તારમાં રહેતા બાળકીના નાના નાની ના ઘરે રમવા ગઈ હતી. જે દરમિયાન એક યુવકે 6 વર્ષની બાળકીનું મોઢું દબાવી આરોપી બાળકીને તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી રડતી રડતી ઘરે પરત ફરતા બાળકીના માતા-પિતાને બાળકીની પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી. બાળકીએ પહેરેલા ચણીયા ચોળી પણ લોહી વાળા થઈ ગયા હતા. બાળકીની માતાએ નરાધમ યુવક વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ઉમરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. વલસાડની પોક્સો સ્પેશિયલ કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપીએ બુધવારે વલસાડની પોકસો કોર્ટમાં પ્રથમ વખત રેગ્યુલર જામીન અરજી મુકી હતી.
