દમણમાં દેવકા બીચ નજીક ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી હતી. દેવકા ખાતે હોટલ માલિકોએ દબાણ કર્યા હતાજેની સામે કાર્યવાહીના ભાગરૂપ આજે તંત્ર દ્વારા તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં દમણ ભાજપ પ્રદેશ પ્રમુખની હોટેલની પણ દીવાલ તોડી પાડવામાં આવી હતી.
દમણના દેવકાથી લઇ હોટેલ પ્રિન્સેસ પાર્ક સુધીના તમામ દબાણો દુર કરવામાં આવ્યા છે. તંત્રની કાર્યવાહીથી હોટેલ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. દમણ ભાજપ પ્રદેશ પ્રમુખની હોટેલનો પણ સમાવેશ થયો હતો.