દેશના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં કેન્દ્નની મોદી સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા. મનમોહનસિંહે નોટબંધી અને જીએસટી મામલે મોદી સરકારને સદંતર નિષ્ફળ ગણાવીને કહ્યું કે આવનાર દિવસોમાં દેશના અર્થતંત્ર પર આની ભારે વિપરીત અસરો પડશે.મનમોહનસિંહે જીએસટી પર બોલતા જણાવ્યું કે આના કારણે ટેક્સ ટેરરીઝમ ઉભું થયું છે.દેશમાં જીડીપી રેટ ઘટ્યો છે જે દેશ વિરોધી છે.
અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં મનમોહનસિંહે રાજ્યના વેપારીઓને સંબોધ્યા હતા. કેન્દ્રની એનડીએની સરકાર પર હલ્લો બોલતા મનમોહનસિંહે કહ્યું કે જીએસટીના નાના વેપારીઓ માટે દુસ્વપ્ન બની ગયું છે.જીએસટીના કારણે નાના વેપારીઓની કમર તુટી ગઇ છે.
નોટબંધી પર પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા મનમોહનસિંહે કહ્યું કે નોટબંધી વિનાશકારી નિર્ણય છે અને 8 નવેમ્બર દેશ માટે કાળો દિવસ સાબિત થશે.નોટબંધીમાં જીવ ગુમાવનારાઓને હું શ્રધ્ધાંજલી આપું છું.નોટબંધીએ કાળા નાણાં માટેનો ઉકેલ નહોતો.નોટબંધી જાહેર થઇ ત્યારે મને નવાઇ લાગી હતી કે વડાપ્રધાનને આવું કરવાની સલાહ કોણે આપી?