લંડનઃ સામાન્ય રીતે ગર્ભવતી મહિલાને બાળકને જન્મ આપવો એક અસહ્ય હોય છે. અને મહિલાઓ અનેક મિનિટો અને કલાકો સુધી અશહ્ય દુઃખવો વેઠીને બાળકને જન્મ આપતી હોય છે. પરંતુ યુકેની એક યુવતી જૂજ મહિલાઓ પૈકીને છે, જેને લેબર પેઈન થયું નથી. તેણે માત્ર 27 સેકન્ડમાં જ બાળકને જન્મ આપ્યો હતો. આ ડિલિવરી વિશ્વની સૌથી ઝડપી ડિલિવરી હોવાનું કહેવાય છે.
યુકેમાં સોફિ બુગ નામની 29 વર્ષીય યુવતીએ માત્ર સિંગલ પુશમાં બાળકીને જન્મ આપ્યો હતો. 27 સેકન્ડની આ ડિલિવરી તેના હેલ્પશાયરના બસિંગસ્ટોક ખાતેના ઘરે થઈ હતી. સોફિયા 38 સપ્તાહની ગર્ભવતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ અડધી રાતે સોફિ ઊંઘમાંથી ઉઠીને ટોયલેટમાં હતી.
પરંતુ ટોયલેટ કરવાની જગ્યાએ તેણે બાળકને જન્મ આપ્યો હતો. માત્ર એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં બાળકનો જન્મ થઈ ગયો હતો. આ સમયે તેનો 32 વર્ષીય પતિ ક્રિસ ઘરે જ હતો. બાળક સીધું તેના પતિના ખોળામા પડ્યું હતું.
ડેઇલી મેઈલ સાથેની વાતચીતમાં સોફીએ પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને જણાવ્યું હતું કે, આ બધું ખૂબ જ ઝડપી થયું. એક પળમાં હું મારા મિત્રને મેસેજ કરતી હતી, બીજી જ પળે બાળક મારા હાથમાં હતું.
બાળકને જન્મ આપતી વખતે તેને કોઈ પણ દુઃખવાનો અનુભવ થયો ન હતો. રાત્રે તે વૉશરૂમમાં ગઈ હતી. ટોયલેટ સિટ પર બેસતા જ તેણે જોર લગાવ્યું, પરંતુ બાળકને જન્મ થવાનો ખ્યાલ આવી જતા તેણે બે હાથ આગળ રાખી દીધા હતા. બાળકનું માથું ત્યારે જ બહાર આવી ગયું.
આ સાથે જ સોફીએ પતિને બૂમ પાડી મદદ માટે બોલાવી લીધો. તે ટોઇલેટમાંથી બહાર આવી સીડી પર ઉભી રહી ગઈ, એક પુશ કરતા જ બાળક બહાર આવી સીધું પતિના ખોળામાં પહોંચી ગયું.