વલસાડ: વલસાડના પારડી વિસ્તારમાં આર.આર.સેલની ટીમે દરોડા પાડી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. આર.આર.સેલની ટીમે દરોડામાં ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાંથી ૪૦૦ દારૂની પેટી ટોટલ મુદ્દામાલ ૧૨ લાખનો જપ્ત કર્યો હતો. ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા આર.આર.સેલની ટીમને મોટી સફળતા મળી હતી.
[slideshow_deploy id=’18250′]
આ સાથેજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે દમણથી ગેરકાયદે રીતે ગુજરાતમાં ઈલેકશન સમયે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો.