ગુજરાતની પુછડી પર આવેલા દમણને ગુજરાત વિધાન સભાની ચુંટણી સાથે સબંધ નથી પણ દમણના દારૂને ગુજરાત સાથે સીધો સંબંધ છે.ગુજરાતમાં કોઈ પણ ચુંટણી હોય એટલે દમણની ડીસ્તીલરી ધમધમવા માંડે છે અને ડીસ્તીલરીમાંથી ધમાકેદાર દારૂ ટ્રક દ્વારા ગુજરાતમાં ઠલવાય છે. આવીજ રીતે દમણથી વલસાડ થઈને આવી રહેલો ૧૩ લાખથી વધુની કિમતનો દારૂ આજે પોલીસે પકડી લીધો છે અને એના માટે પ્લાસ્ટર ઓફ પેરીસની બખોલ બનાવી આ દારૂ લાવ્યો હતો તો બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ખુલી ગઈ હોય એમ લાગે છે. ચોખાની બોરી લઈને આવતી એક ટ્રકમાંથી ૧૮ લાખનો દારૂ પકડાયો હતો. બીજી બાજુ બનાસકાંઠામાં એક શાકભાજીની ટ્રકમાં દારૂ સંતાડીને લવાતો પકડાયો હતો.
૩૧ ઓક્ટોબરે વળી દારૂનું નવું ઉદભવ સ્થાન સામે આવ્યું અહી બરડાના ડુંગરમાંથી ૪૦૦ લીટર દારૂ પકડાયો સૌરાષ્ટ્રના આ વિસ્તારમાંથી દારૂ પકડાવવો એ મોટી ઘટના છે. અલબત પંચમહાલ જીલ્લાની બોર્ડર પરથી પણ ૮.૭૨ લાખનો દારૂ પકડાયો છે. ચુંટણીની મોસમમાં પડદા પોસ્ટરની જેમ દારૂની બોટલ પણ મોસમ ખુલી ગઈ છે અલબત ગુજરાતમાં દારૂબંધી હોવાથી ઈલેકશન કમીશને ખાસ ટીમ ઉતારી ગુજરાતમાં આવતા દારૂને રોકવા માટે કામે લગાડી છે જેના કારણે ઈલેકશન કમીશનની ટીમે છેલ્લાં એક અઠવાડિયામાં ૨૦ લાખનો વિદેશી દારૂ ૩ લાખ લીટર દેશી દારૂ પકડ્યો છે જેના કારણે હવે ચુંટણીમાં પોટલીને ચવાણું વહેચનાર રાજકારણીઓ રઘવાયા થયાં છે, પરંતુ દારૂને દમણનું ગુજરાત કનેક્શન પર લાલબતી લાગતા આવનારા દિવસોમાં દારૂના ભાવ વધશે પણ ચુંટણી નજીક આવતાં દારૂના ભાવ ઘટશે આ જોતા એમ લાગે છે કે ગુજરાત માટે બચ્ચનની ટેગ લાયન બદલવી પડશે સસ્તી દારૂ ચાહીએ તો કુછ દિન ગુજારો ગુજરાતમેં