ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો 8 નવેમ્બરે જન્મદિવસ છે. અડવાણી આજે 90 વર્ષના થઇ ગયા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સાથે અડવાણીના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવનની પ્રાર્થના કરી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એમને ટ્વિટ કર્યું, ‘સમ્માનિત અડવાણી જીને એમના જન્મદિવસની શુભેચ્છા. હું એમના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું. અ઼ડવાણી એક દિગ્ગજ નેતા છે.’
એક કુશળ લીડર, જેમણે ખૂબ જ મહેનત અને સમર્પણના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અમને ભાજપના કાર્યકર્તાઓને હંમેશા અડવાણીજીનું માર્ગદર્શન મળતું રહ્યું છે. જેના માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. અડવાણીના પ્રયાસોના કારણે ભાજપનો પાયો આજે ખૂબ જ બુલંદ છે.
પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સહિત ભાજપના નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અડવાણીએ આજે પોતાના જન્મદિવસની શરૂઆતમાં 90 પ્રજ્ઞાચક્ષુ બાળકોની સાથે બ્રેકફાસ્ટ કર્યો. ત્યારબાદ એ સામાન્ય નેતાઓ સાથે મુલાકાત કરી. પોતાના જન્મદિવસ પહેલા અડવાણી શનિવારે પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર બનારસ ગયા હતા અને ત્યાં પુત્રી પ્રતિભા સાથે દેવ દિવાળી પણ ઊજવી હતી.