પારડી : વલ્લભ આશ્રમ ના ધો.3 માં અભ્યાસ કરતો વિધાર્થી દિવ્યાંક રતનસિંહ ચૌહાણ ઉ વર્ષ 10 રહે વલસાડ હાલર રોડ તળાવ પાસે જે નિયમિત તેની બેન જોડે વલસાડથી પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ ખાતે મારુતિ ઇકો વાનમાં આવતા હોય છે જે મંગળવારના રોજ સ્કૂલમાંથી બપોરના બે વાગ્યાના સુમારે છૂટ્યા બાદ કોઈક અજાણ્યા બે ઈસમોએ શાળાની બાજુમાં એક વાડી પાસે લઘુશંકા કરીને આવતા રોડ પર પથી મારુતિ વાનમાં બેસવા માટે આગળ વધતા રોડની બાજુમાં ઉભા બે ઈસમોએ બાળકનું મોઢું દબાવીને બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું અને સાથે અપહરણ થયેલ વિધાર્થીની બહેન પોતાનો ભાઈ ન દેખાતા ઇકો વાન ચાલક પ્રથમ જાણ કરી હતી.
ત્યારબાદ શાળાના સ્ટાફ શિક્ષક અને મોબાઈલ પરથી પિતાને જાણ કરી હતી સમગ્ર ઘટના ને લઇ શાળા અને અપહરણ થયેલ બાળકના પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને તયારબાદ પારડી પોલીસને જાણ કરી હતી પારડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે એમ વાળા તાતકલીક શાળા ખાતે દોડી આવ્યા હતા અને અપહરણ થયેલ વિધાર્થી ની શોધખોળ કરવામાં આવી હતી શાળાના સીસી કેમેરાના ફૂટેજ લીધા હતા જેમાં મોઢા પર રૂમાલ બાંધેલ બે ઈસમો દેખાયા હતા શોધખોળ બાદ બે કલાકમા ચાર વાગે હેમખેમ પારડી જીઆઇડીસી રસ્તા પાસે વિધાર્થી રડતા એક વ્યક્તિને દેખતા તેઓએ વલ્લભ આશ્રમ પાસે છોડી જઈને ત્યાંથી નીકળી ગયો હતો સમગ્ર મામલો પારડી પોલીસ મથકે પહોંચ્યો હતો અને અપહરણ થયેલ બાળકના પિતા રતનસિંહ ચૌહાણે પુત્રનું અપહરણ થયા હોવાની પુત્રની વાતને સાચી માનતા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ ક્લાકોબાદ સુધી સિનિયર પીએસઆઇ આર પી સોલંકીએ બાળક સાથે વાતચીતમાં વિધાર્થીએ માતા-પિતા મારશે તેવા ડર થી અપહરણનું નાટક કર્યું હોવાનું કલાકો બાદ વિધાર્થીએ પોલીસ સમક્ષ કબુલ્યું અને પોલીસે પિતાના નિવેદન લઇ સમગ્ર ઘટના ની સાચી હકીકત બહાર આવતા પોલીસ અને પુત્રના પરિવારે રાહતનો દમ લીધો .