રાજ્ય માં હાલ કોરોના અને મ્યુકર માઇકોસિસ તેમજ ફંગસ ની મહામારી એ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ માં નવો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના ઉભી થતા ભારે સનસનાટી મચી ગઇ છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ કામ કરી રહ્યું હોવાની શક્યતા તપાસ નો વિષય બની ગઈ છે.
અમદાવાદ શહેરમાં કેમિકલ નો વેપાર કરતા ઈસમો ની દાદાગીરી એટલે અંશે વધી ગઈ છે કે હવે તો અમદાવાદ મનપા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોને પણ ધોળી ને પી જઈ જનતા ના આરોગ્ય સામે જોખમ ઉભું કરી પડકાર ફેંકી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ દ્રશ્ય છે કોઈ તળાવ નુ નથી પણ નરોડાવોર્ડ માં આવેલ જીઆઈડીસી ખાતે માત્ર એક ખુલ્લુ મેદાન છે જે પોસ્ટ ઓફિસ ની બાજુ માં છે.. આજુ બાજુ આશોપાલવ અને રીધમ એમ લગભગ ૩૦૦/૪૦૦ રહેઠાણ ના ફ્લેટ આવેલ છે…જ્યાં હાલ આ કમોસમી વરસાદ પડ્યો ને એનો ફાયદો ઉઠાવીને આજુબાજુ ની કેમીકલ્સ ની કંપની ઓએ પોતાનો કેમિકલ્સ નો કચરો ઠાલવી દીધો છે..હાલ તંત્રઘોરનિદ્રા માં છે…. હવે આ રજુઆત અમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશન ને કરવી કે ચુંટાયેલા કાઉન્સીલરો ને કરવી કે ધારાસભ્ય ને??? ત્યાં રહેતી જનતા કેમિકલ્સ કંપની ઓ ને કહેવા જાય છે તો કથિત રીતે એવા જવાબ આવેછે છે કે રાજકીય છેક તળીએ થી ઉપર સુધી હપ્તા જાય છે જે થાય એ કરી લો…. જે વ્યાપક બનેલી ચર્ચાઓ તપાસ નો વિષય બની છે ત્યારે સબંધિત વિભાગ આ મામલે શુ એકશન લે શે તેતો સમય જ કહેશે પણ સ્થાનિક લોકો ના સ્વાસ્થ આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે ત્યારે તેઓમાં કોઈ ભયાનક બીમારી ફેલાય કે જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લેશે તે વાત હાલ ગંભીર મુદ્દો બની રહી છે તેવે સમયે જવાબદાર ઈસમો સામે પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.