નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના રૂ.13,500 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવાની તૈયારીઓ ચાલતી હતી. ત્યારે મધ્ય અમેરિકી દેશ એન્ટીગુઆથી એકાએક ગુમ થયેલો ભાગેડૂ બિઝનેસમેન મેહુલ ચોક્સી એન્ટીગુઆના ડોમિનિકામાંથી ઝડપાયો હતો. પરંતુ ડોમિનિકાએ ચોક્સીને એન્ટિગા સરકારને સોંપવાની તૈયારી કરી છે.
નોંધનીય છે કે, મેહુલ ચોક્સી થોડા દિવસ પહેલા અચાનક એન્ટીગુઆથી ગુમ થયો હતો. જેને મંગળવારે પકડી લીધો છે. મેહુલ ચોક્સીને કૈરિબિયાઇ દેશ ડોમિનિકામાં દેખાયો હતો. જે બાદ ડોમિનિકા આઈલેન્ડ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને કેટલાક કલાકોની પૂછપરછ બાદ પાછો એન્ટિગા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે ઇન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોક્સીની કાયદાકીય ટીમે ડોમિનિકામાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. આ અંતર્ગત ધરપકડ કરાયેલ વ્યક્તિએ ન્યાયાધીશ અથવા કોર્ટ સમક્ષ હાજર થવું પડે છે.
આવો જાણીએ ભારત મોકલવામાં કઇ રીતે બચી ગયો મેહુલ ચોક્સી
ડોમિનિકા સરકારા આ નિર્ણયથી મેહુલ ચોક્સીને ભારત લાવવાના સરકારના પ્રયાસોને ફટકો પડયો છે. ડોમિનિકામાં મેહુલના વકીલ માર્શ વેને દાવો કર્યો હતો કે, મેહુલનું અપહરણ કરાઇને તેને ડોમિનિકા લવાયો હતો.
2. અગાઉ ભારત સરકાર દ્વારા મેહુલ ચોક્સીને ડોમિનિકાથી જ ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એન્ટીગુઆ સરકારે મેહુલ ચોક્સીને પરત મેળવવાના ઈન્કાર કર્યો હોવાનું અને સીધા જ ડોમિનિકાથી તેનું પ્રત્યાર્પણ કરવા માટે જણાવ્યું હોવાના અહેવાલ હતા. ડોમિનિકાની સરકાર પણ આ મામલામાં ભારત સરકાર સાથે સંપર્કમાં હતી.
3. એન્ટીગુઆથી અચાનક ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા મેહુલ ચોક્સીએ ત્યાંથી ફરાર થઈને ડોમિનિકા પહોંચ્યો અને ડોમિનિકાથી ક્યુબા ફરાર થવાની તૈયારીમાં હતો. તે દરમિયાન ડોમિનિકામાં ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરીને કસ્ટડીમાં લેવાયો હોવાનું જાણવા મળે છે. મેહુલ ચોક્સી ગુમ થયાની જાણ તેમના પરિવારને એક સભ્યએ સત્તાધિશોને કરી હતી. જેના પગલે એન્ટીગુઆ પોલીસ દ્વારા રવિવારે શોધ ચાલુ કરવામાં આવી હતી.
4. તમને જણાવી દઈએ કે, મેહુલ ચોક્સી ગત રવિવારે એટલે કે 23 મેના રોજ સાંજે 5:30 વાગ્યે કારમાંથી બહાર નીકળ્યો હતો, પરંતુ થોડા સમય પછી તેની કાર ત્યાંની આસપાસ મળી આવી હતી. આ પછી, તેના પરિવાર અને મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મીડિયા અને અન્ય એજન્સીઓને જણાવ્યું હતું કે, તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે.
5. એન્ટીગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રોઉનીએ જણાવ્યું હતું કે, જળમાર્ગે મેહુલ ચોક્સી ફરાર થઈ શકયો હોઈ શકે છે. જેના પગલે એન્ટીગુઆ સરકારે વિવિધ દેશોને નોટીસ મોકલી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.
6. આ સાથે આ મામલે ઈન્ટરપોલને પણ જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન એન્ટીગુઆ, બાર્બુડાના વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેમની સરકાર મેહુલ ચોક્સીની નાગરિકતાને પાછી ખેંચશે. આ સાથે તેમણે એક ન્યુઝ એજન્સીને મુલાકાતમાં કહ્યું હતું કે, જો મેહુલ ચોક્સી એન્ટીગુઆ છોડીને ભાગ્યો હશે તો તેમની સરકાર તેને દેશમાં પરત સ્વિકારશે નહીં.
7. ભારત સરકારે એન્ટીગુઆ સરકાર પર ભાગેડૂ મેહુલ ચોક્સીને ભારતને સોંપવા માટે અવારનવાર દબાણ વધાર્યું હતું, પરંતુ મેહુલ ચોક્સી દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જો એન્ટીગુઆ સરકાર મેહુલ ચોક્સીને તેમના દેશમાં પરત લેવા તૈયાર નહીં હોવાથી ડોમિનિકા પાસેથી જ સીધા પ્રત્યાર્પણની કાર્યવાહી થવાની અને 48 કલાકમાં ભારતને સોંપવામાં આવે એવી શકયતા બતાવાઈ રહી છે.
8. ગીતાંજલી જેમ્સના મેહુલ ચોક્સી અન્ય જાણીતા ઉદ્યોગપતિ નીરવ મોદીના મામા છે, જે દેશમાંથી ફરાર છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક બેન્કોમાંથી આશરે 13,500 કરોડની કૌભાંડ કર્યા બાદ ફરાર થયેલા મેહુલ ચોક્સીને ડિફોલ્ટરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે.
9. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોક્સીની કાયદાકીય ટીમે ડોમિનિકામાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. આ અંતર્ગત ધરપકડ કરાયેલ વ્યક્તિએ ન્યાયાધીશ અથવા કોર્ટ સમક્ષ હાજર થવું પડે છે. ચોક્સીના વકીલે તેને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, ચોક્સીની કાયદાકીય ટીમે ડોમિનિકાની કોર્ટમાં કાર્યવાહી કરી છે. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. અરજીમાં હીરા ઉદ્યોગપતિના વકીલે આરોપ લગાવ્યો છે કે, તેના શરીર પર ‘ઇજાના નિશાન’ હતા.
10. આ કૌભાંડમાં તેના ભાણિયા અને અત્યારે ભાગેડૂ બની લંડનની જેલમાં કેદ હેઠળ રહેલા નિરવ મોદીની પણ સંડોવણી હતી. માર્ચ 2018માં એક સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે મેહુલ ચોક્સી અને નિરવ મોદીની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. આ મામલામાં પંજાબ નેશનલ બેંકના 6 અને મેહુલ ચોક્સી તેમ જ નિરવ મોદી કંપનીઓના 6 કર્મચારીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે.