ઉલ્હાસનગરઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગર વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી હતી. ઉલ્હાસનગર વિસ્તારમાં એક આવાસ બિલ્ડિંગનો સ્લેબ પડવાથી 7ના મોત થયા છે. જ્યાકે 3થી 4 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને નિવેદન જારી કરી કહ્યુ છે કે હાલમાં રાહત અને બચાવ કામ ચાલુ છે.
શરુઆતની જાણકારી મુજહ એક મોટો સ્લેબ 5માં ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો. ઈમારતનું નામ સાઈ સિદ્ધિ છે. જે ઉલ્હાસનગરના નેહરુ ચોક સ્થિત છે. આ ઘટના રાતે સાડા 9 વાગે વની હતી. આ બિલ્ડીંગ 5 ફ્લેરની હતી.
જાણકારી મુજબ શુક્રવારે રાતે 9 વાગે 5માં માળનો સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડતા નીચે આવી હતી. ઘટનામાં 5મા અને પહેલા માળમાં લોકો હાજર હતા. બાકીના માળ ખાલી હતા.
બિલ્ડિંગ 26 વર્ષ જુની છે. આ બિલ્ડિંગમાં 29 પરિવાર રહે છે. અત્યાર સુધીમાં 7 લાશો કાઢવામાં આવી છે. અનેક ફસાયા હોવાની આશંકા છે. હાલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. અને કાટમાણ ખસેડી રહ્યા છે.