જયપુરઃ રાજસ્થાન સરકાર અને ગુર્જરોને હાઈકોર્ટે એક ઝટકો આપ્યો છે. હાઈકોર્ટમાં OBC આરક્ષણ મામલે હાઈકોર્ટે રોક લગાવી છે. મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી ગુર્જરો દ્વારા આરક્ષણ આંદોલન માટે આંદોલન કરવામાં આવે છે. આ મામલે રાજસ્થાન વિધાનસભામાં 25 ઓક્ટોમ્બરે વિધેયક પાસ કરવામાં આવ્યુ હતુ. જેમા OBC આરક્ષણને 21 ટકાથી વધારીને 26 ટકા કરવામાં આવ્યુ હતું.
જેથી રાજસ્થાનમા આરક્ષણ વધીને 54 ટકા થયુ હતુ. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા 50 ટકાથી વધુ અનામત પર રોક લગાવવામાં આવી છે. ત્યારે રાજસ્થાનમાં અનામત 54 ટકા થઈ જવાથી આ મામલો હાઈકોર્ટે પહોચ્યો.
ત્યારે હવે હાઈકોર્ટે OBC અનામતને રોક લગાવીને ગુર્જરો અને રાજસ્થાન સરકારને ઝટકો આપ્યો છે. આ મામલે હાઈકોર્ટે નિવેદન આપ્યુ કે, રાજનેતા દેશનુ વિતરણ કરી રહ્યા છે. રાજનીતિમાં ફાયદો લેવા માટે આ રીતને બિલ લાવે છે.