મત ચોરી વિરુદ્ધ કોંગ્રેસ, 11 ઑગસ્ટે મહત્વની બેઠક યોજાશે
કોંગ્રેસે મતદાર યાદી સાથે થયેલી છેડછાડ અને ચૂંટણીમાં થઈ રહેલી છેતરપિંડીના મામલે મોટી કાર્યવાહી માટે તૈયારી શરૂ કરી છે. 11 ઑગસ્ટ, 2025ના રોજ કોંગ્રેસ પાર્ટી મહાસચિવો, પ્રભારીઓ અને સંગઠન વડાઓની એક મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક દિલ્હીના 24 અકબર રોડ સ્થિત પાર્ટી મુખ્યાલયે સાંજે 4:30 કલાકે યોજાશે. બેઠકમાં આગામી દિવસોમાં ચૂંટણી પ્રણાલીમાં શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાની રણનીતિ ઘડાશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 7 ઑગસ્ટે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં
ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની મહાદેવપુરા બેઠકમાં 1,00,250 મતદારોના નામ ગેરકાયદેસર રીતે યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. તેમના મતે, એ “મત ચોરી” છે, જેના કારણે કોંગ્રેસને કર્ણાટકમાં અમુક લોકસભા બેઠકો ગુમાવવી પડી.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે
ચૂંટણીમાં થાય તેવી આવી છેતરપિંડી એ લોકશાહી પ્રણાલી અને ભારતના બંધારણ સાથે મોટો વિશ્વાસઘાત છે. તેમણે જાહેર રીતે ચૂંટણી અધિકારીઓને ચેતવણી પણ આપી કે જો આવા કાર્યોમાં સંડોવાયેલા અધિકારીઓ ઓળખાશે, તો તેમને નિવૃત્તિ પછી પણ જવાબદાર ઠેરવવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી પણ થશે.
Just as Bapu gave us the “Do or Die” call during the Quit India movement, we today must embark upon a similar do-or-die mission to save Indian democracy.
To discuss the party’s further nationwide campaign against voter list manipulation and election fraud as exposed by LOP Sh.…
— K C Venugopal (@kcvenugopalmp) August 8, 2025
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે આજે દેશના નાગરિકોને “કરો યા મરો” જેવી ભાવનાથી લોકશાહી બચાવવાની જરૂર છે. તેઓએ કહ્યું કે મતદાર યાદીઓમાં ગેરરીતિ સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન મળીને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
આ મામલે કોંગ્રેસ માત્ર રાજકીય મુદ્દો ઊભો કરવાનો પ્રયાસ નથી કરી રહી, પણ ચૂંટણી પ્રણાલીને પારદર્શક અને ન્યાયસંગત બનાવવા માટે ગંભીર પ્રયાસ કરી રહી છે.