રિલાયન્સ JIOએ પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે અચાનક નવા ઓપ્શન્સની જાહેરાત કરી છે. આ કેશબેક ઓફર છે અને આ JIO પ્રાઇમ ગ્રાહકો માટે છે કંપની દ્વારા રૂ.399 અથવા તેનાથી વધુ રિચાર્જ પર ગ્રાહકોને 2,599 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે.
રિલાયન્સ JIO 399 રૂપિયા અથવા તેનાથી વધારે રિચાર્જ પર 400 રૂપિયાના કેશબેક વાઉચર આપશે આ ઉપરાંત રિલાયન્સ JIOએ ડિજિટલ વૉલેટ સાથે જોડાણ કર્યું છે, જેમાં દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધી ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવશે.
રિલાયન્સ JIO દ્વારા આ કેશબેક ઓફર માટે લીડીંગ ઇ કોમર્સ કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી છે. જેના હેઠળ રિચાર્જ પર 1,899 રૃપિયાની કેશબેકના વાઉચર આપવામાં આવશે. ભાગીદાર વૉલેટમાં એમેઝોન પે, પેટીએમ, મોબિકવિક , ફોન પે, એક્સિસ પે અને ફ્રીચાર્જનો સમાવેશ થાય છે જ્યાંથી તમે કૅશબેક કરી શકો છો
આ ઉપરાંત રિલાયન્સ JIO સ્પેશિયલ વાઉચર દ્વારા ઇ-કૉમર્સ પાર્ટનર્સ જેવા એજીયો, યાત્રા ડોટ કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રેડીમ કરી શકાશે. જિયો પ્રાઇમ કસ્ટમર્સને ટ્રાવેલ ડોટ કોમ દ્વારા બુક કરેલા ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર 1000 ઓફ મળશે.
રિલાયન્સ ટ્રેડ્સ દ્વારા શોપિંગ કરવા માટે પ્રાઇમ કસ્ટમર્સ માટે 1,999 રૂ.ની ખરીદી પર 500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે.કંપનીના બધા જ પ્રાઇમ ઑફર્સ 10 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વેલિડ હશે. JIO કેશબેક વાઉચર 50 રૂ.ના 8 ટોકન જે માય JIO એપ પર મળશે. તે 15 નવેમ્બરથી રીડીમ કરી શકાશે