ઓપરેશન સિંદૂર ભારતની તાકાત અને ટેકનોલોજી પર આત્મવિશ્વાસનું પ્રતિબિંબ: DRDO ચીફ સમીર કામતે
તાજેતરમાં ભારત દ્વારા સફળતાપૂર્વક સંચાલિત ઓપરેશન સિંદૂર ને લઈ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વડા સમીર વી. કામતે પ્રશંસા વ્યક્ત કરી. તેમણે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT)ના દીક્ષાંત સમારંભમાં ભાગ લીતો અને ઓપરેશન સિંદૂરની સફળતા, ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સેનાની બહાદુરી પર ખુલ્લા દિલથી વાત કરી.
ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી અભિયાન નથી
પણ એ ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ટેકનોલોજીનું પ્રતિબિંબ છે. ભારત હવે એર-ટુ-એર મિસાઇલ્સ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ, D4 ડ્રોન સિસ્ટમ, અદ્યતન ચેતવણી ટેકનોલોજી, કંટ્રોલ પ્લેટફોર્મ, આકાશ તીર ડિફેન્સ સિસ્ટમ અને આધુનિક C4I સિસ્ટમ જેવી સ્વદેશી પદ્ધતિઓ વડે આગળ વધી રહ્યું છે.”
DRDO ચીફે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સંરક્ષણ વ્યવસ્થામાં DIAT જેવી સંસ્થાઓનું યોગદાન પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે DIATમાંથી સ્નાતક થનારા વિદ્યાર્થીઓને દેશની ટેકનોલોજીકલ સલામતી અને આત્મનિર્ભરતા માટે જવાબદાર માન્યા.
તેમણે વિદ્યાર્થીગણને સંબોધતાં કહ્યું,
“તમે માત્ર એક સામાન્ય તબક્કો પાર નથી કર્યો. તમે હવે ક્વોન્ટમ ટેકનોલોજી, રોબોટિક્સ, એઆઈ, મિસાઇલ સિસ્ટમ્સ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકો છો.”
DRDO વડાએ વિશ્વના અસ્થિર ભૂરાજકીય વાતાવરણનું પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સ્ટીલ્થ ટેકનોલોજી, એઆઈ આધારિત સિસ્ટમ અને અવકાશ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારતને આગળ લાવવા માટે આવનાર પેઢીનું યોગદાન અત્યંત અગત્યનું છે.
તેમણે ભારતના વિકાસ લક્ષ્ય અંગે જણાવ્યું કે, “2047 સુધી ભારતને વિકાસશીલથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે. એ માટે ટેકનોલોજી અને આત્મનિર્ભરતા એ બે મુખ્ય આધારસ્તંભ હશે.”