આતંકવાદીઓને તેમના ધર્મથી નહીં, પણ તેમના કાર્યો પરથી જવાબ અપાશે: રાજનાથ સિંહ
મધ્યપ્રદેશના રાયસેનમાં એક જાહેર સભા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ, ભારતની પ્રગતિ અને આત્મનિર્ભરતા પર મજબૂત સંદેશ આપ્યો. આતંકવાદના મુદ્દે તેમણે કહ્યું કે, “અમે નક્કી કર્યું છે કે કોઈ આતંકવાદીને તેના ધર્મના આધારે નહીં, પરંતુ તેના કૃત્યોના આધારે મારીશું – અને અમે એમ જ કર્યું.”
તેમણે ઉમેર્યું કે, “આતંકવાદીઓ જ્યારે ભારતમાં આવે છે ત્યારે લોકોનો ધર્મ પૂછીને તેમની હત્યા કરે છે. પણ આપણે એવું ન કરીયે. આપણે કોઈનો ધર્મ નથી પૂછતા. આપણે માત્ર એ જોઈશું કે તે વ્યક્તિના કાર્યો શું છે. જો કોઈ નિર્દોષોની હત્યા કરે છે, તો તે આતંકવાદી છે – અને આપણો જવાબ તેની સામે કડક હશે.”
હનુમાનજીનો ઉલ્લેખ કરીને કર્યું શક્તિશાળી સંદર્ભ
રાજનાથ સિંહે રામાયણના સંદર્ભમાં હનુમાનજીની વાત પણ કરી. તેમણે કહ્યું કે, “જ્યારે હનુમાનજી સીતાજીને મળવા લંકા ગયા ત્યારે તેમણે જે લંકાને હલાવી નાખી હતી તેના પાછળનું કારણ સીતાજી પૂછે છે. ત્યારે હનુમાનજી નમ્રતાથી જવાબ આપે છે – ‘જિન મોહી મારો, તિન માઈ મારો’, એટલે કે જેમણે અમારા લોકોને મારી દીધા, અમે તેમને જ મારી નાખ્યા.”
ભારતના વિકાસને કોઈ રોકી શકશે નહીં
સંરક્ષણ પ્રધાને કહ્યું કે કેટલાક દેશોને ભારતની ઝડપથી થતી પ્રગતિ ગમતી નથી. તેઓ ભારતના ઉત્પાદનોને મોંઘા બનાવી દેવા માંગે છે જેથી દુનિયા તે ખરીદી નહીં શકે. છતાં ભારત આજે એવું મજબૂત બની રહ્યું છે કે વિશ્વની કોઈ શક્તિ તેને ‘વિશ્વશક્તિ’ બનતા રોકી શકશે નહીં.
સેનાની આત્મનિર્ભરતા અને નિકાસમાં વિસ્ફોટ
તેમણે જણાવ્યું કે ભારત આજે સંરક્ષણ ક્ષેત્રમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદન નિકાસ કરે છે. આ નવી ભારતની નવી તાકાત છે. બ્રહ્મોસ મિસાઇલથી લઈને ડ્રોન સુધી હવે આપણા પોતાના બનેલા સાધનો દુનિયાભરમાં નિકાસ થાય છે.
મધ્યપ્રદેશ માટે વખાણ
અંતે, રાજનાથ સિંહે મધ્યપ્રદેશના વિકાસની પ્રસંસા કરતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્ય ‘આધુનિક રાજ્ય’ તરીકે ઓળખાશે. તેમણે રેલ કોચ ફેક્ટરી ‘બ્રહ્મા’નું નામખૂબ સર્જનાત્મક ગણાવ્યું અને કહ્યું કે તે રાજ્ય માટે ગૌરવનું કામ કરશે.