લાગોસઃ આફ્રિકી દેશ નાઈજીરિયાની સરકારે દેશભરમાં ટ્વીટરની સેવાઓ ઉપર અનિશ્ચિતકાળ માટે રોક લગાવવામાં આવી છે. જેના પગલે લાખો લોક શનિવારે ટ્વીટરનો ઉપયોગ કરી શક્યા ન હતા. નાઇજીરિયાના ધ અસોશિએશન ઓફ લાઇસેંસ્ડ ટેલિકમ્યુનિકેસન ઓપરેટર્સના નિવેદનમાં કહેવાયું હતું કે તેમના સભ્યોએ સરકારી આદેશો પ્રમાણે ટ્વીટરની સેવાઓને બંધ કરી દીધી છે.
ઉલ્લેખનીય છેકે શુક્રવારે નાઇઝીરિયાની સરકારે કહ્યું કે તે માઇક્રોબ્લોગિંગ સાઇટની સેવાઓ ઉપર રોક લગાવી રહી છે. કારણ કે ટ્વીટરની અલગાવવાદી આદોલન ઉપર રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીનું ટ્વીટ હટાવી દીધું છે.
સૂચના અને સંસ્કૃતિ મંત્રી લાઈ મોહમ્મદે શુક્રવારે કહ્યું હતું કે સરકારી અધિકારીઓએ ટ્વીટરની સેવાઓ ઉપર રોક લગાવવાનો નિર્ણય લીધો છે કારણ કે આ મંચનો ઉપયોગ કરીને એવી ગતિવિધિઓ માટે થઈ રહ્યો છે જે નાઇજીરિયાના કોર્પોરેટ અસ્તિત્વને નબળો કરવાની ક્ષમતા રાખે છે.
તેમણે રાષ્ટ્રપતિના પોસ્ટને હટાવવા માટે ટ્વીટરની આલોચના કરી અને કહ્યું કે નાઇઝીરિયામાં ટ્વીટરનું મિશન શંકાસ્પદ છે. ટ્વીટરે પૂર્વના દેશની સરકાર વિરુદ્ધ ભડકાઉ ટ્વીટને અવગણ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડું, સંઘ પ્રમુખ મોહનભાગવત સહિતના કેટલાક નેતાઓના ટ્વીટર એકાઉન્ટ અનવેરિફાઈડ કર્યા હતા.