કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને યુવા જનજાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખ આપનાર રોનકસિંહ ગોહિલ વિરુદ્ધ એક મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી,મારામારી અને ધમકીની ફારીયાદ નોંધાવી છે.
આ અગાઉ પણ જ્યારે કરણી સેનાના બાઉન્સર દ્વારા એક સોસાયટીમાં ઘસી જઈને દાદાગીરી અને ગારાગારી કરી હતી ત્યારે પણ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે હાથ અધ્ધર કરી દીધા હતા અને ગઈકાલે રાત્રે થયેલ રોનકસિંહ ગોહિલ ઉપર છેડતીની ફાઈયાદમાં પણ પોતે હાથ અધ્ધર કરી દીધા છે અને જણાવ્યું હતું કે રોનકસિંહ હાલ કરણી સેનામાં નથી અને તેની સાથે કરણી સેનાને કોઈ લેવાદેવા નથી.
આ અંગે સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલી મહિલા સાથે વાત કરતા જણાવેલ કે હું છેલ્લા 4 કલાક કરતા વધુ સમયથી અહીં બેસેલ છું તેમ છતાં મારી ફરિયાદ હું લખાવા માંગુ છું તેમ છતાં પણ ફરિયાદ લેવામાં આવતી નહોતી પરંતુ રાત્રે મોડેક થી મારી ફરિયાદ ફક્ત છેડતી ની જ લેવામાં આવી છે.
કરણી સેના અને યુવા જન જાગૃતિ પાર્ટીના અધ્યક્ષ તરીકેની ઓળખ આપનાર રોનક સિંહ મોટી મોટી વાતો કરી અને છોકરીઓ ને પોતાની માયાજાળ માં ફસાવી દેવાની વાત પણ ઘણી સામે આવી છે પરંતુ ઘણી છોકરીઓ પોતાની ઈજ્જત આબરૂ ને લઈ અને રોનકસિંહ ની દાદાગીરી ને પગલે પોલીસ સ્ટેશન જતા પણ ગભરાઈ ગઈ છે પરંતુ આ મહિલાએ હાલમાં રોનક સિંહ ગોહિલ ઉપર ફરિયાદ કરતા જ હવે બીજી અનેક છોકરીઓ હિમ્મત કરી ને ફરિયાદ કરવા બહાર આવેતો નવાઈ ની વાત નહીં.