આરકૉમ અને ટાટા ડોકોમોના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે દેશના બધી પ્રાઇવેટ ટેલિકૉમ કંપનીઓએ રીતસરની હોડ લગાવી છે. BSNL કંપની માત્ર 7 રૂપિયામાં આપે છે 60 રૂપિયાનો ટોકટાઇમ અને 500 એમબી ડેટા
આ બન્ને કંપનીઓના ગ્રાહકોને તેમની તરફ ખેંચી લાવવા માટે સસ્તામાં સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ફક્ત 7 રૂપિયાના રિચાર્જ પર 60 રૂપિયા ટોકટાઇમ અને ડેટા પણ મળી રહ્યા છે.
સૌથી પહેલા આપને જણાવિયે કે આ પ્લાન ફક્ત તે ગ્રાહકો માટે છે જે એમએનપી દ્વારા BSNLના નેટવર્કમાં જોડાવવા માંગે છે. આ યોજના હેઠળ 7 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર 60 રૂપિયાનો ટોકટાઇમ અને 500 એમબી ડેટા મળશે
આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હશે. આ પ્લાન ફક્ત એ લોકો માટેજ છે જેઓ એમએનપીથી BSNLમાં આવનારા ગ્રાહકો માટે છે, નહીં કે BSNL નેટવર્ક સાથે જોડતા બધા નવા ગ્રાહકો માટે.