IBPS ક્લર્ક ભરતી 2026 આવી ગઈ! કયા રાજ્યમાં છે કેટલી સીટ? જાણો વિગતવાર
બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક અત્યંત શાનદાર અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા ક્લર્કની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટેની આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 11,403 લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આજથી એટલે કે 1 ઓગસ્ટ 2026 થી તેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પણ બેંકમાં ક્લર્ક તરીકે કારકિર્દી બનાવવાનું સપ્નું જોઈ રહ્યા છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. આવો આ ભરતી સાથે જોડાયેલી તમામ જરૂરી બાબતો વિગતવાર જાણીએ.
મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા
આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ સત્તાવાર વેબસાઇટ www.ibps.in દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. તેથી, છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની સમસ્યાથી બચવા માટે સમયસર જ તમારું ફોર્મ ભરી લો.
અરજી કરવાની સરળ રીત:
-
સૌથી પહેલા IBPS ની સત્તાવાર વેબસાઇટ www.ibps.in પર જાઓ.
-
હોમપેજ પર આપેલા કરિયર સેક્શન અથવા નોટિફિકેશન ટેબ પર ક્લિક કરો.
-
ત્યાં તમને ‘CRP CSA-XVI (IBPS Clerk 2026)’ ની લિંક મળશે, તેના પર ક્લિક કરો.
-
આ પછી ‘New Registration’ પર જઈને તમારીbasic વિગતો ભરીને જાતે નોંધણી કરો.
-
નોંધણી બાદ મળેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી પોર્ટલ પર લોગિન કરો.
-
હવે એપ્લિકેશન ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય માંગેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
-
નિર્ધારિત સાઈઝ મુજબ તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી (Signature) અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
-
અંતે તમારી કેટેગરી અનુસાર ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો. ફોર્મની એક પ્રિન્ટઆઉટ કાઢીને તમારી પાસે સુરક્ષિત રાખો.
કોણ કરી શકે છે અરજી? (લાયકાત અને વય મર્યાદા)
-
શૈક્ષણિક લાયકાત: આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (સ્નાતક) ની ડિગ્રી હોવી જરૂરી છે.
-
કોમ્પ્યુટરનું જ્ઞાન: ઉમેદવારને કોમ્પ્યુટર ચલાવવાનું પાયાનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેના માટે કોમ્પ્યુટર ઓપરેશન કે લેંગ્વેજમાં કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા સ્કૂલ/કોલેજના અભ્યાસ દરમિયાન કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણેલું હોવું જોઈએ.
-
ભાષાનું જ્ઞાન: ઉમેદવારને તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે, જ્યાંથી તે અરજી કરી રહ્યો છે.
-
વય મર્યાદા: અરજદારની ન્યૂનતમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, સરકારી નિયમો અનુસાર આરક્ષિત વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ મળશે. જેમાં SC/ST ના ઉમેદવારોને 5 વર્ષ અને OBC (Non-Creamy Layer) ના ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે.
અરજી ફી (Application Fee)
ઉમેદવાર પોતાની શ્રેણી મુજબ ઓનલાઈન મોડ (ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ કે UPI) દ્વારા ફી ભરી શકે છે:
-
SC, ST, દિવ્યાંગ (PwBD), ભૂતપૂર્વ સૈનિક (ESM/DESM) ઉમેદવારો માટે: 175 રૂપિયા
-
જનરલ (General), OBC, EWS અને અન્ય તમામ ઉમેદવારો માટે: 850 રૂપિયા
કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ પર બહાર પડી છે વેકેન્સી?
આ વખતે દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બમ્પર બેઠકો બહાર પાડવામાં આવી છે. તમે તમારા રાજ્ય મુજબ નીચે આપેલી સૂચિમાં ખાલી જગ્યાઓની સંખ્યા જોઈ શકો છો:
-
ઉત્તર પ્રદેશ: 1,731 જગ્યા
-
કર્ણાટક: 1,414 જગ્યા
-
મહારાષ્ટ્ર: 1,051 જગ્યા
-
પશ્ચિમ બંગાળ: 946 જગ્યા
-
ગુજરાત: 698 જગ્યા
-
તમિલનાડુ: 675 જગ્યા
-
મધ્ય પ્રદેશ: 570 જગ્યા
-
બિહાર: 491 જગ્યા
-
પંજાબ: 481 જગ્યા
-
દિલ્હી (NCT): 415 જગ્યા
-
રાજસ્થાન: 392 જગ્યા
-
આસામ: 349 જગ્યા
-
ઓડિશા: 337 જગ્યા
-
છત્તીસગઢ: 265 જગ્યા
-
હરિયાણા: 196 જગ્યા
-
તેલંગાણા: 191 જગ્યા
-
આંધ્ર પ્રદેશ: 186 જગ્યા
-
ઝારખંડ: 182 જગ્યા
-
ઉત્તરાખંડ: 145 જગ્યા
-
કેરળ: 108 જગ્યા
-
હિમાચલ પ્રદેશ: 97 જગ્યા
-
જમ્મુ-કાશ્મીર: 67 જગ્યા
-
ત્રિપુરા: 64 જગ્યા
-
ગોવા: 61 જગ્યા
-
અરુણાચલ પ્રદેશ: 45 જગ્યા
-
મણિપુર: 42 જગ્યા
-
નાગાલેન્ડ: 31 જગ્યા
-
સિક્કિમ: 28 જગ્યા
-
પુડુચેરી: 26 જગ્યા
-
મેઘાલય: 22 જગ્યા
-
ચંદીગઢ: 20 જગ્યા
-
અંદમાન અને નિકોબાર: 18 જગ્યા
-
દાદરા અને નગર હવેલી: 18 જગ્યા
-
મિઝોરમ: 17 જગ્યા
-
લક્ષદ્વીપ: 11 જગ્યા
-
દમણ અને દીવ: 7 જગ્યા
-
લદ્દાખ: 6 જગ્યા
વિલંબ કર્યા વિના તૈયાર કરો અને અરજી કરો
બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી અને છેલ્લી તારીખ 21મી ઑગસ્ટ 2026 છે, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી ઘડીની ટેકનિકલ ખામીઓ ટાળવા માટે શક્ય તેટલું વહેલું તેમનું ફોર્મ ભરો. અરજી કરતા પહેલા, IBPS વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચો, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય.