છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર ની જેમ ખુલ્લેઆમ રેતી અને માટી જેવી મોંઘી બનતી જતી કોમોડિટી જેવી ચીજો ની સરકારી બહાના હેઠળ ખુલ્લેઆમ ચોરીયો થઈ રહી છે તેવામાં
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા માં સુજલામ સુફલામ કેનાલ માટે માટી કામ નો કોનટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કામગિરી તારીખ 10 જૂને કાયદેસર રીતે પરીપૂર્ણ થઈ ગઈ છે આમ છતાં ખેડા કેમ્પ વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે માટી ખોદિને ફાર્મ હાઉસ સહિત ના અન્ય સ્થળો એ માટી ઠાલવાનું ગેરકાયદેસર કૃત્ય ચાલી રહ્યું છે.
આ કામ ના કોન્ટ્રાકટર માત્રાભરવાડ અને તેના માણસો પર ધારા સભ્ય ને કેસરીસિંહની કૃપા થી નંબર પ્લેટ વગર ના 100 થી વધુ ડમ્પર દ્વારા ફક્ત રાત્રી ના સમયમાં જ કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવી રહી છે.
આ બાબત ને લઈ જ્યારે સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા ખેડા જિલ્લા ના ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી ત્યારે તે અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે ખેડા જિલ્લા માં માત્રા ભરવાડ નામના શખ્સ ને સાંજે 7 વાગ્યા પછી ની કોઈ જ પરમિશન આપવામાં આવેલ નથી અને અધિકારી દ્વારા જણાવેલ કે અમારા દ્વારા તપાસ કરાવાઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અધિકારી દ્વારા જણાવવામાં પણ આવેલ કે સુજલામ સુફલામ નો કોન્ટ્રાકટ આખા ગુજરાતમાં 10 જૂને પૂરો થઈ ગયો છે જે પછી કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ નથી.
બીજી તરફ સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા કોન્ટ્રાકટર માત્રા ભરવાડ સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી ત્યારે માત્રા ભરવાડ તો એવું જણાવી રહ્યો હતો કે જાણે પોતે જ ખાણ ખનીજ ના અધિકારી નો ઉપરી હોય કારણકે માત્રા ભરવાડે જણાવ્યું હતું કે મારી પાસે પરમિશન છે અને અધિકારી જણાવે છે કે કોઈજ પરમિશન આપવામાં આવેલ નથી તો આ બંને વાત અધિકારી અને માત્રા ભરવાડ ની મિલીભગત ની સાબિતી આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને માત્રા ભરવાડ તો એવું જણાવી રહ્યો હતો કે સરકારી ઓફીસ 6 વાગે બંધ થાય પછી જ મારી ઓફીસ ચાલુ થાય છે એટલે અહીં તો કોઈ જ અધિકારી આવે જ નહીં.
ખેડા કેમ્પ વિસ્તારના સ્થાનિક રહીશો પણ આ માત્રા ભરવાડના ત્રાસ થી એટલા કંટાળી ગયા છે કે સામે આવી ને બોલી પણ નથી શકતા કારણકે માત્રા ભરવાડે ખેડા જિલ્લા ના રહીશોમાં એક ડર જેવો માહોલ ઉભો કરી ને ગભરાવી દીધેલા છે જેથી સ્થાનિકો પણ ગભરાઈ ગયેલ છે.સ્થાનિકો નું એ પણ કહેવું છે કે આ માત્રા ભરવાડ ને અમારા અહીંના ધારાસભ્ય કેસરી સિંહ ના આશીર્વાદ છે એટલે જ અધિકારીઓ તેને છાવરી રહ્યા છે કારણકે ધારાસભ્ય થી લઈ ને અધિકારીઓ સુધી મસ્ત મજા ની ગુલાબી નોટો પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે.
આ બાબતને લઈ જો રાજ્ય સરકાર દ્વારા ઊંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવે તો ધારાસભ્ય કેસરીસિંહ સહિત ખાણ ખનીજ ના ખેડા જિલ્લા ના અધિકારીઓના મસમોટા ભ્રષ્ટાચાર ની પોલ છતી થાય એવી છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા ના કોન્ટ્રાકટર માત્રા ભરવાડ ઉપર શુ પગલાં લે છે.