એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો એક બાજુ રાજ્યમાં લગ્નગાળાનો પણ આરંભ થાય છે. પંડિતોના અનુમાન પ્રમાણે ગુજરાત ચૂંટણીની આસપાસ જ લગભગ 25 જેટલા લગ્નો ગોઠવવામાં આવ્યા છે. પંડિતોનું માનવું છે કે જો લગ્નની સીઝન અને મતદાનની તારીખો એકસાથે આવશે તો તેની મતદાનની ટકાવારી પર જરુર અસર પડશે.
આ વર્ષે સૌથી કલ્યાણકારી મુહુર્ત ડિસેમ્બરના ચાર દિવસ અને નવેમ્બરના છ દિવસ સુધી છે.નવેમ્બર-ડિસેમ્બર માસમાં મોટાભાગના લગ્નો 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી આયોજિત કરાયા છે. 14 ડિસેમ્બર બાદથી 14મી જાન્યુઆરી 2018 સુધી કમુરતા લાગી જશે. જે દરમિયાન કોઈપણ મુહુર્ત ન હોવાને કારણે લગ્નોનું પ્રમાણ ઘટી જશે. ઈવેન્ટ મેનેજર્સ અને પાર્ટી પ્લોટ ઓનર્સે પણ કહ્યું હતું કે, ‘નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે મંગળમય મુહુર્તો છે.’
હવે તમામ પાર્ટીઓ ઈચ્છી રહી છે કે વધારે પ્રમાણમાં મતદાન થાય આવા સમયે સાથે સાથે લગ્ન સમારંભ યોજાશે તો તેની આંશિક અસર તો પડશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી