નવી દિલ્હીઃ સાઈબર સિક્યોરિટી મામલે ભારતે ચીનને પાછળ પાડી દીધું છે. દુનિયાભરમાં સાઈબર સિક્યોરિટીના મામલે સૌથી સુરક્ષિત દેશોમાં ભારત 10માં સ્થાન ઉપર પહોંચ્યું છે. પહેલા ભારત 47માં સ્થાન ઉપર હતું. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન તરફથી રજૂ કરેલા ગ્લોબલ સાઇબર સિક્યોટિટી ઇન્ડેક્સ અનુસાર સાઇબર સિક્યોરિટીના મામલે ભારતને 100માથી 97.5 અંક મળ્યા છે. ભારત આખી દુનિયામાં 10માં સ્થાન ઉપર છે. જ્યારે 92.53 પોઈન્ટોના સાથે ચીન 33માં થતા 64.88 અંકોની સાથે પાકિસ્તાન 79માં સ્થાન ઉપર છે. સંયુક્ત રાષ્ટ્રમાં પર્મેનેન્ટ ભારતીય મિશનના ટ્વીટર એકાઉન્ટ તરફથી આ જાણકારી આપી છે.
સાઇબર સિક્યોરિટી મામલે આખી દુનિયામાં અમેરિકા નંબર વન પર છે. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના ગ્લોબલ સાઇબર સિક્યોરિટી ઇન્ડેક્સમાં અમેરિકાને 100માંથી 100 પોઈન્ટ આપ્યા છે. જ્યારે અમેરિકા બાદ 99.54 પોઈન્ટ સાથે યુકે અને સાઉદી અરબ બીજા સ્થા ઉપર છે. ત્રીજા નંબર ઉપર 99.48 પોઈન્ટ સાથે ઇસ્ટોનિયા છે.
આખા એશિયા પ્રશાંત વિસ્તારમાં ભારત ચોથા સ્થાન ઉપર છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં દક્ષિણ કોરિયા, સિંગાપુર, મલેશિયા અને જાપાન ભારતથી આગળ છે. એશિયમાં ભારતના પડોશી દેશ ચીન 8માં, બાંગ્લાદેશ 11માં, પાકિસ્તાન 14માં, શ્રીલંકા 15માં અને નેપાળ 17માં સ્થાન ઉપર છે.
વર્ષ 2018માં આઈટીયુ તરફથી જીસીઆઈ તરફથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારત 47માં સ્થાન ઉપર હતો. પરંતુ તોડા વર્ષોમાં દેશમાં ઇન્ટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા વધવાની સાથે સાઈબર સુરક્ષા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જેના કારણે ભારત 47 પરથી 10માં સ્થાન પર આવ્યો છે.