અમેરિકન સ્માર્ટફોન કંપની InFocus તાજેતરમાં લોન્ચ થયેલ ટર્બો 5ની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઓફર 13 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. ગ્રાહક આ સ્માર્ટફોન એક્સક્લૂસિવ રીતે અમેઝોન પર 6,499 રૂપિયામાં ખરીદી શકાશે આ સ્માર્ટ ફોનને 6,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
ગયા અઠવાડિયે કંપનીએ તેના InFocus સ્નેપ 4 પર પણ 2000ની કપાત કરી હતી InFocus સ્નેપ 4ને ટર્બો 5 સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ સ્માર્ટફોન હાલમાં 9,999 રૂપિયામાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, જ્યારે તે 11,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ગ્રાહક આ ઓફરનો લાભ 17 નવેમ્બર સુધી ઉઠાવી શકે છે
કંપનીએ ભારતમાં ટર્બો 5 માં બે વોરીયન્ટમાં રજૂ કરી હતી, જેમાં 2 GB રેમ 16 GB સ્ટોરેજ હશે જેની કિંમત 6,999 રૃપિયા અને 3 GB રેમ 32 GB સ્ટોરેજ સાથે વોરીયન્ટની કિંમત 7,999 રૂપિયા છે.ડ્યુઅલ સિમ ધરાવતા આ સ્માર્ટફોનમાં ઓલ મેટલ ડિઝાઇન આપવામાં આવ્યું છે અને તેના બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. જે કંપનીના દાવા અનુસાર, 0.5 સેકન્ડમાં જ ફોન અનલૉક કરશે.
આ સ્માર્ટફોન સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીયે તો 2.5 ડિગ્રી કર્વર્ડ ગ્લાસ સાથે 5.2-ઇંચ એચડી (720×1280 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 1.3 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર મીડિયાટેક MT6737 પ્રોસેસર આપવામાં આવેલ છે.
કેમેરા સેક્શનની વાત કરીયે તો, નવા ટર્બો 5 બાયબેકમાં એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. 5 મેગાપિક્સલનો કેમેરા ફ્રન્ટ પર છે બન્ને કેમેરાનું અપર્ચર એફ 2.2 છે. આ સ્માર્ટફોનની સ્ટોરેજ 32 GB સુધી એક્સપંડ કરી શકાશે. કનેક્ટિવિટી ઑપ્શનની વાત તો 4 જી વીઓએલટીઇમાં, Wi-Fi 802, બ્લૂટૂથ, જીપીએસ અને એફએમ રેડિયો છે.
આ સ્માર્ટફોનની સૌથી મોટી વિશિષ્ટતા એટલે કે તેની બેટરીની વાત કરીયે તો તેની 5000 એમએએચની બેટરી માત્ર સિંગલ ચાર્જમાં બે દિવસ સુધી ચાલશે. આ સ્માર્ટફોન 34 દિવસ સુધી સ્ટેન્ડબાય સમય, 50 કલાક સુધી સતત મ્યુઝિક પ્લેબેક અને 23 કલાક વિડિયો કોલિંગ સુધી વાપરી શકાય તેવી ક્ષમતા છે.. આ સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે કંપની કહે છે કે તે આગામી વર્ષ સુધી બેજલ સ્માર્ટફોન લોન્ચ કરશે