મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું છે. દિલીપ કુમારના નિધનથી રમતગમતની દુનિયાએ શોક વ્યક્ત કર્યો છે. દિલીપકુમારના નિધનથી દુઃખી સચિન તેંડુલકરે કહ્યું કે તમારા જેવું બીજું કોઈ હોઈ શકે નહીં.
દાયકાઓ સુધી ભારતીય સિનેમા પર શાસન કરનારા દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વિટ કર્યું હતું કે, દિલીપકુમાર જીની આત્માને શાંતિથી આરામ મળે. તમારા જેવું ક્યારેય કોઈ બીજું નહીં બને. ભારતીય સિનેમામાં તમારું યોગદાન અપ્રતિમ છે અને તમારી ખોટ વર્તાશે. સાયરા બાનુ જી અને પરિવાર પ્રત્યેની મારી સંવેદના.
https://twitter.com/sachin_rt/status/1412649811124396034
ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ દિલીપકુમારની સિનેમા પર થતી અસરનું વર્ણન આપવા માટે તેની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ મુગલ-એ-આઝમનો સંવાદ બોલ્યો. તેમણે લખ્યું કે, “દિલીપકુમારના પરિવાર પ્રત્યે સંવેદના. તેમણે કહ્યું કે નસીબ બદલાય છે, સમય બદલાય છે, દેશોની તારીખો બદલાય છે, સમ્રાટો બદલાય છે, પરંતુ આ બદલાતી દુનિયામાં પ્રેમ જેનો હાથ પકડે છે, તે વ્યક્તિ બદલાતો નથી.
Heartfelt condolences to #DilipKumar’s family.The gr8 man said,
Taqdeerein badal jaati hain,zamana badal jaata hai, mulkon ki taarikh badal jaati hai,shahenshah badal jaate hain,magar iss badalti hui duniya mein mohabbat jis insaan ka daaman thaam leti hai,woh insaan nahi badalta pic.twitter.com/hpKg3iSHlm— Virender Sehwag (@virendersehwag) July 7, 2021
બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલે દિલીપકુમારને લેજેન્ડ કહ્યા. સાયનાએ ટ્વીટ કર્યું, ‘હિન્દી સિનેમાના લિજેન્ડ. ભગવાન તમારા આત્માને શાંતિ આપે સર.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો મદનલાલ, હરભજન સિંહ અને ઇરફાન પઠાણે પણ દિલીપકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ ભારતીય ઝડપી બોલર પઠાણે કહ્યું કે, દિલીપ સાહેબ સિવાય બીજો કોઈ ટ્રેઝડી કિંગ ન હોય. ભગવાન તમારા આત્માને શાંતિ આપે યુસુફ ખાન સાહેબ. તમારો વારસો કાયમ રહે.
There will be no other tragedy king than #DilipSahab May your soul rest in peace #yusufkhan Sahab. May your legacy stay forever. pic.twitter.com/kStZPbE3ws
— Irfan Pathan (@IrfanPathan) July 7, 2021
પૂર્વ ઓફ સ્પિનર હરભજને લખ્યું કે, “મોહમ્મદ યુસુફ ઉર્ફે દિલીપકુમાર સાહબ. તે 1940-1960 ના દાયકાના ફિલ્મ ઉદ્યોગના સુવર્ણ યુગના અંતિમ જીવંત સ્ટાર્સમાંના એક હતા. દિલીપ સાહેબ, તમારા આત્માને શાંતિ મળે.