ગુજરાતમાં ચુંટણી નજીક આવતાંજ અચાનક પાકિસ્તાની ગ્રુપ સક્રિય થઇ ગયા છે ભલભલાને હચમચાવી મુકે એવી વાત એ છે કે અકરમ નામના માણસ દ્વારા સક્રિય થયેલા આ ગ્રુપ પર સીધું લખેલું છે કે આઈ લવ પાકિસ્તાન અને લવ યુ પાકિસ્તાનીના નવા બે વોટ્સએપ ગ્રુપ એક્ટીવ થયાં છે.
અકરમ નામના માણસ દ્વારા વિદેશી નંબરના બદલે ભારતીય નંબરથી બનાવાયેલા આ બને વોટ્સએપ ગ્રુપમાંથી એકમાં પાકિસ્તાનનો ઝંડો છે તો બીજામાં માત્ર ગુલાબ છે આ ગ્રુપમાં ૨૦૦થી વધુ સભ્યો નોધાયેલા છે પાકિસ્તાની ગ્રુપ ખાસ ગુજરાતનાં સરહદી વિસ્તારમાં સક્રિય થયાં છે તો બીજી તરફ કચ્છ અનેબનાસકાંઠાના નાનાં ગામડાઓમાં આ ગ્રુપની લીંક વધુ પ્રમાણમાં શેર થઇ રહી છે આ ગ્રુપમાં પાકિસ્તાન તરફી સુત્રોએ મેસેજ આવી રહ્યા છે.
દોઢ મહિના પહેલા આઈબીના એક રીપોર્ટમાં કચ્છમાં પાકિસ્તાની સેટેલાઈટ ફોનના સીગ્નલ મળ્યા હોવાનો રીપોર્ટ આવ્યો હતો આઈબીના આ રીપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે લખપત અને હાજી પીર વિસ્તારમાંથી પાકિસ્તાની સીગ્નલ મળ્યા હતા તો જમ્સાલય પાસેથી પણ સીગ્નલ મળ્યાના રીપોર્ટ હતા અલબત આઈબીના જમસલાયાના રીપોર્ટ પર કોસ્ટગાર્ડ પગલાં લીધા તો હેરોઈન પકડાયું હતું પરંતુ કચ્છ બનાસકાંઠાના સીગ્નલ પરથી કઈ પકડાયું ન હતું એટલે સરકારે એને ગંભીરતાથી લીધું ન હતું આમ છતાં જયારે આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ ચુંટણી સમયે બની રહ્યા છે ત્યારે આઈબીના ઈનપુટને અવગણવાનું સરકાર માટે ખતરનાક સાબિત થઇ શકે એમ છે