મશીનમાં હાથ આવી જતાં સારવાર વધુ સારવાર અર્થે સુરત ખસેડાયો
પારડી જીઆઈસીસી માં આવેલી ગ્રીન નેટ બનાવતી કંપની કામદારનો હાથ મશીનમાં આવી જતાંસારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત ખસેડાયો છે.
પારડી જીઆઈડીસી ખાતે આવેલ વિનષ એગ્રો કંપની ગ્રીન નેટ બનાવે છે આ કંપનીમાં છેલ્લા છ થી સાત દિવસથી મેન્ટેન્શનું કામ ચાલી રહ્યું હતું મશીન પર મેન્ટેન્શનું કામ કરવા માટે હાલ વાપી રહેતો અને મૂળ રાજસ્થાનનો વતની ખેલીરામ ફાદરામ અથવાલ આવ્યો હતો આજ રોજ સવારે કંપનીમાં મશીન ચાલુ હતા તે દરમિયાન મેન્ટેન્શનું કામ કરતા ટેકનીશયન ખેલીરામનો ડાબો હાથ મશીનમાં આવી જતાં હાથ લોહીલુહાણ થઈ ગયો હતો જેને તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવારની જરૂર પડતાં તેને સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કંપનીમાં મેન્ટેન્શનું કામ કરતી વેળા ટેકનિશયનનો હાથ આવી જતાં કામદારોની સુરક્ષા અંગે સવાલો ઉભા થયા હતા ઘટના અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.