કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં નથી મળતો દારૂ ? ગાંધીના ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો દારૂ અને જુગારના સૌથી મોટા અડ્ડાઓ અમદાવાદ શહેરમાં ચાલી રહ્યા છે.એક તરફ ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા શહેરના પોલીસ કમિશ્નર ને સૂચના આપવામાં આવેલ છે કે દારૂ જુગાર જેવી ચાલતી પ્રવૃતિઓ ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે અને શખ્ત માં શખ્ત કાર્યવાહી કરવામાં આવે પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ની જાણ બહાર જ અમદાવાદ શહેરના અનેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દેશી દારૂ અંગ્રેજી દારૂ અને બીજા અને કેફી પદાર્થોનું વેચાણ ધૂમ મચાવી રહ્યું છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા એટલા માટે બંધ કરાવવમાં આવતું નથી કે આ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારી થી લઈ ને ઉપર સુધીના અધિકારીઓને મલાઈની લસ્સી પહોંચાડવામાં આવતી હોય છે અને જ્યાં ના પહોંચે ત્યાં અધિકારીઓ દ્વારા રેડ કરી ને કાર્યવાહી કરવામાં આવતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારીઓ કરતા તો સૌથી વધુ વહીવટદારો નું રાજ ચાલે છે.કારણકે જે પણ પોલીસ સ્ટેશનન વિસ્તારમાં જે પણ કોઈ ધંધો કરવો હોય તો પહેલા જે તે પોલીસ સટેશનના વહીવટદાર ને મળવું પડે છે અને ત્યારબાદ જ કોઈ પણ પ્રકારનો ધંધો કરવાની મંજૂરી આપવા આવે છે.
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન ના વહીવટદાર ચિરાગ ચુડાસમા દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ની સામે જ આવેલ જલ સાગર ફ્લેટમાં ક્લાસિક નામની વ્યક્તિ ને અંગ્રેજી દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવેલ છે અને વાત તો એટલી હદે વટી ગઈ છે કે વહીવટદાર ચિરાગ ચુડાસમા દ્વારા આ બુટલેગર પાસેથી 30000 રૂપિયા જેટલો મસ મોટો હપ્તો લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ વહીવટદાર ચિરાગ ચુડાસમા દ્વારા બીજા વધુ રૂપિયા કમાવવા માટે આ બુટલેગરના ઘર પાસે જ એક પોતાના પ્રાઇવેટ માણસ કે જેનું નામ પિયુષ છે તેને બેસાડવામાં આવેલ છે અને આ બુટલેગર જેવો દારૂ આપે કોઈ પણ ગ્રાહક ને અને લઈ ને નીકળે એટલે એ ગ્રાહક ને પકડી લેવામાં આવે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જઈ ને મસ મોટા તોડ કરતા હોવાની આખા મણિનગર વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.હવે જોવાનું એ રહ્યું કે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જે રીતે અધિકારી અને કર્મચારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ જ મણિનગર પોલીસ સ્ટેશન ના અધિકારી અને વહીવટદાર ઉપર કેટલા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.
