ગુજરાતના ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પ્રજાની તરફથી સળગતા સવાલો🙏
👉અમદાવાદમાં દરીયાપુર વિસ્તારમાં મનપસંદ ક્લબમાં જે રેડ કરવામાં આવી હતી શું તે ક્લબ હમણાંથી જ ચાલુ થઈ હતી ? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી ચાલતી હતી….
👉લોકમુખે અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ મનપસંદ ક્લબના માલિકની પીએસઆઇ ચાવડા સાહેબ સાથે એવી સરત રાખવામાં આવેલ હતી કે અમદાવાદમાં બીજા કોય પણ વિસ્તારમાં સટ્ટો કે જુગાર ચલાવવાની પરમિશન આપવામાં ના આવે તો મહીના નું ભરણ એક કરોડ રૂપિયા પોસાય.તોજ અમદાવાદના ગ્રાહકો ક્લબમાં આવે… આમ મહીનાના એક કરોડ રૂપિયાનાં ભરણમાં પીએસઆઇ ચાવડાએ જે અમદાવાદ ના કમિશનર અને પીસીબીના પી.આઈ ની જાણકારી બહાર પરમિશન આપેલ આ વાત સાચી છે ?
👉લોકમુખે ચાલી રહેલી ચર્ચા મુજબ અમદાવાદ કમિશ્નર ઓફિસમાં રીડરની પોસ્ટ ધરાવનાર પીએસઆઇ ચાવડાએ અમદાવાદના એક ડીવીઝનના પી.આઈ ને ધમકી આપેલ હતી કે તારા એરીયામાં દેશી દારૂ ની એક પણ પોટલી વેચીને બતાવ.હુ તારા એરીયામાં કોય પણ ધંધો નહીં ચાલવા દઉ.અને તારી બદલી કરાવી દઈશ. કારણ કે આ પીએસઆઇ ચાવડા ના કહેવાતા ખાસ માણસ ઉપર પી.આઈ એ કાયદેસરના પગલા ભરીને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી જેમાં આ પીએસઆઇ ચાવડા ની જરાય શરમ ભરેલ ન હતી જેના કારણે આખા અમદાવાદમાં આ પીએસઆઇ ચાવડાની ધાક ધમકી નો પ્રભાવ પડેલ જે આ વાત સાચી છે ?
👉શું તમો જાણો છો કે તમારા રાજમાં પોલીસ ડીપાર્ટમેન્ટના કેટલા પોલીસ કર્મચારીઓ એ મજબુરીઓ ના કારણે રિટાયર્ડમેન્ટ થવાની સ્વઈચ્છા દર્શાવીને ગ્રુહખાતામાં સરકાર સમક્ષ અરજીઓ કરેલ છે ? અને કેટલા પોલીસ કર્મચારીઓ એ આત્મહત્યા કરેલ છે ? જેનું કારણ શું છે તમે જાણો છો ? શું ગણા વર્ષોથી બદલીઓ નહી થવાનું કારણ છે ? શું સારા અને ઈમાનદાર અધિકારીઓને આઉટ સાઈડ કરી દેવાનું કારણ છે? શું અમુક પીએસઆઇ ચાવડા જેવા અધિકારીઓ ની દાદાગીરી નું કારણ છે ? કે પછી ગ્રુહખાતાની બેવડી નીતિ નું કારણ છે ? કારણ જે હોય તે પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને જોઈએ તો પોલીસ ડીપાર્ટમેન્ટ નું 90 % મોરલ તુટી રહેતુ પ્રજાને દેખાઈ રહ્યું છે.જેમાં પ્રજાની અહિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ? 🙏
👉સુત્રોથી મલેલ જાણકારી મુજબ અમદાવાદમાં દરિયાપુરના પી.આઈ જાડેજા એ એક સમયે મનપસંદ ક્લબમાં લાયસન્સ મુજબની જ ક્લબ ચલાવવાની મંજૂરી આપી હતી.પરંતુ પીએસઆઇ ચાવડા ના ડરથી શરમ ભરવી પડતી હતી જેના કારણે ક્લબમાં અન્ય જુગાર વધુ ચાલતા થઈ ગયા હતા આ વાત સાચી છે ? જો આ હકીકત સત્ય હોય તો પોલીસ ડીપાર્ટમેન્ટ માટે શરમજનક બાબત કહેવાય 🙏
👉હાલ ના તાજેતરમાં જે અમદાવાદના પીસીબી બ્રાંચમાં થી જે પોલીસ કર્મચારીઓ ની બદલી કરવામાં આવી છે શું તે યોગ્ય છે ? સૂત્રોએ જણાવેલ મુજબ અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ જે પોલીસ કર્મચારીઓ ની બદલી કરવામાં આવેલ છે જે તમામ પોલીસ કર્મચારીઓ એ પીએસઆઇ ચાવડાને જાણ કર્યા વગર મોટી માત્રામાં ઈંગ્લિશ બનાવાનો દારુ પકડેલ હતો જેના કારણે પીએસઆઇ ચાવડાએ બનાવેલ લિસ્ટ મુજબ બદલીઓ કરવામાં આવેલ છે ? શું આ વાત સાચી છે ? શું આજની તારીખે પણ આ પીએસઆઇ ચાવડાનો દબદબો કમિશ્નર ઓફિસમાં ચાલુ જ રહેલ છે ?
👉શું તમો જાણો છો કે આવા દારુ જુગાર ના અડ્ડાઓ ચલાવવાની પરમિશન કોય કોન્સ્ટેબલ લેવલનાં પોલીસ કર્મચારીઓ પરમિશન ના આપી શકે તો પછી પોલીસ કોન્સ્ટેબલ નો જ ભોગ કેમ કાયમ લેવામાં આવી રહ્યો છે ? અમદાવાદ ના કોય પણ પોલીસ સ્ટેશન માં કહેવાતા કમિશનર સ્વોડ એટલે કે પીસીબી બ્રાંચની પરમિશન વગર કોય પણ દારુ કે જુગાર ના અડ્ડાઓ ચાલુ ના રહી શકે તેમ પ્રજા પણ જાણે છે જ.દરિયાપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ અને પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે બરોબર પણ .સૂત્રોથી મલેલ જાણકારી મુજબ અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ અમદાવાદમાં રીડર ખાતામાં ફરજ બજાવતા અને જે પીસીબી બ્રાંચનો અમદાવાદમાં વહીવટ કરતા પીએસઆઇ ચાવડા તરફથી આવા ચાલતા જુગાર ના અડ્ડાને ચલાવવાની પરમિશન આપવામાં આવી હતી તેવા આ પીએસઆઇ ચાવડા ને કેમ સસ્પેન્ડ કરવામાં આવેલ નથી. સરકાર ની ગ્રુહખાતાની બેવડી નીતિ કેમ ?
👉સૂત્રોએ આપેલ માહિતી મુજબ અને પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચા મુજબ શું તમોની પાસે જાણકારી રહેલ છે કે અમદાવાદમાં કમિશ્નર ઓફિસમાં રીડર ખાતામાં નોકરી બજાવી રહેલા પીએસઆઇ ચાવડા પીસીબી બ્રાંચનો વહીવટ ચલાવી રહ્યા હતા.જેની જાણકારી પી.આઈ ને કે કમિશ્નર ને પણ ન હતી.અમદાવાદમાં દારુ જુગારના અડ્ડાઓ જો કોયને ચલાવવા હોય તો પીએસઆઇ ચાવડાની પરમિશન લેવી જરૂરી હતી.જો પીએસઆઇ ચાવડાએ ના પાડી તો એવા વિસ્તારમાં એક પણ અડ્ડાઓ ચાલુ ના રહી શકે શું આ વાત સાચી છે ? કોન્સ્ટેબલો ની જ બદલીયો કેમ કરવામાં આવી… કહેવાતા મેઈન બોસ પીએસઆઇ ચાવડા હજુ અમદાવાદ કમિશ્નર ઓફિસમાં બિરાજમાન કેમ છે ?
👉ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને પ્રજા તરફથી નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે તમો જે જગ્યાએ થી ચૂંટણીમાં મોટી જીત મેળવી ને ગ્રુહમંત્રી બનેલ છો ત્યાં તમામ સમાજના લોકોએ દિલથી મનમુકીને તમને વોટ આપેલ છે માટે પ્રજાની હિતમાં દરેક સમાજના લોકો ના હિતમાં અને પોલીસ ડીપાર્ટમેન્ટ નું મોળલ સચવાઈ રહે તેમ ધ્યાન આપવા મહેરબાની કરશોજી. હુ આપને શું ધ્યાન દોરી રહ્યો છું જે આપ સમજી શકો છો.🙏