દિલ્લી : ડો. કર્ણી સિંહ શુટીંહ રેંજમાં ચાલી રહેલા 61માં રાષ્ટ્રીય નિશાનેબાજ પ્રતિયોગીતામાં બીજા દિવસે મહિલા ટ્રૈપ નિશાનેબાજ શગુન ચૌધરીએ ટ્રૈપ ચૈમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટુર્નામેન્ટમાં બીજા દિવસે શગુન ચૌધરીએ ફાઇનલમાં પંજાબના રાજેશ્વરી કુમારી સામેની મેચમાં 41-38 થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો.
તો બીજી તરફ એની નિશાનેબાજની વાત કરીએ તો ગત ચૈમ્પિયન રહેનારી બિહારની શ્રેયસી સિંહને 29નો સ્કોર કરીને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. તમિલનાડુની નિવેતાએ 37 નો સ્કોર સાથે જુનિયર સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો. મધ્ય પ્રદેશની શેફાલી રજકે બીજુ સ્થાન અને દિલ્લીની સોમ્યા ગુપ્તાએ ત્રીજુ સ્થાન મળ્યું હતું. પંજાબની મહિલા ટીમ ટ્રૈપ સ્પર્ધાનો ખિતાબ જીત્યું હતું. પુરૂષ ટ્રૈપ વર્ગમાં પુર્વ વિશ્વ ચૈમ્પિયન માનવજીત સિંહએ 75માંથી 73 નો સ્કોર કર્યો હતો. આ વર્ગમાં ફાઇનલ મેચ શુક્રવારે થશે.