નવી દિલ્હી : પગારદાર કર્મચારીની આજીવન કમાણી પીએફ (PF) ખાતામાં હોય છે. પરંતુ આ ખાતું ઘણા કારણોસર બંધ પણ થઈ શકે છે, જેના પછી ખાતાધારકને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પીએફ ખાતું ક્યારે બંધ થાય છે અને બંધ ખાતામાં જમા રકમનું શું થાય છે.
નોકરી બદલવા પર
નોકરી બદલવા પર, કર્મચારીએ તેનું પીએફ ખાતું જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવાનું હોય છે. જો કર્મચારી આ ન કરે અને જૂની કંપની બંધ હોય તો પીએફ ખાતું બંધ કરી શકાય છે. પરંતુ 36 મહિના સુધી ખાતામાં ટ્રાન્ઝેક્શન નહીં થાય તો આવું થશે. જો પીએફ ખાતામાંથી 36 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી, તો ઈપીએફઓ આ ખાતાઓને ‘નિષ્ક્રિય’ (ઇનએક્ટિવ) કેટેગરીમાં મૂકે છે.
વિદેશમાં સ્થાયી થવા પર
જ્યારે ખાતાધારક વિદેશમાં સ્થાયી થાય ત્યારે પણ પીએફ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે. આ સિવાય, સભ્યના મૃત્યુ પછી અથવા જ્યારે તે સંપૂર્ણ નિવૃત્તિ ભંડોળ પાછું ખેંચે ત્યારે પણ તે નિષ્ક્રિય માનવામાં આવે છે.
નિષ્ક્રિય ખાતામાં જમા નાણાંનું શું થાય છે?
નિષ્ક્રિય થયા પછી પણ, તમે ખાતામાં જમા નાણાં પર વ્યાજ મેળવતા રહો છો. આ પૈસા પણ ઉપાડી શકાય છે.
અગાઉ, આ ખાતાઓ પર વ્યાજ ઉપલબ્ધ નહોતું, પરંતુ વર્ષ 2016 માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો અને વ્યાજ ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું.
પીએફ ખાતામાં 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી વ્યાજ મળતું રહે છે.
જો ખાતું સાત વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે, તો જે બેલેન્સનો દાવો નથી કરાયો તે સિનિયર સિટિઝન વેલ્ફેર ફંડ (SCWF) માં ટ્રાન્સફર થઈ જાય છે.
SCWF માં આ રકમ 25 વર્ષ સુધી રહે છે. આ સમય દરમિયાન તમે રકમનો દાવો કરી શકો છો. સરકાર આ ફંડ પર વ્યાજ પણ આપે છે.
ખાતું ફરીથી કેવી રીતે સક્રિય થાય છે?
નિષ્ક્રિય પીએફ ખાતાને ફરીથી ચાલુ કરવા માટે, ઇપીએફઓમાં અરજી કરવાની રહેશે.