માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અભિપ્રાય આપ્યો હતો કે કાર ઉત્પાદકોએ ભારતમાં વેચાતી તમામ કારો પર ઓછામાં ઓછી 6 એરબેગ્સને પ્રમાણભૂત સુવિધા બનાવવી જોઈએ. 6 એરબેગ્સ નિશંકાપણે કારમાં લોકોનેવધુ સારી સુરક્ષા પૂરી પાડશે, પરંતુ તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે, ખાસ કરીને એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં.
જો કે, આ દરખાસ્ત કોઈ મોટી દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવી શકે છે, જેના માટે કોઈપણ ખર્ચ ઉઠાવવો પડશે. જો આ દરખાસ્તનો અમલ કરવામાં આવે તો નિશંકાપણે ઘણા પ્રશ્નો ઉભા થશે.
6 એરબેગ્સ કારની કુલ કિંમતમાં કેટલો ઉમેરો કરશે?
સરેરાશ, કારમાં ફ્રન્ટલ એરબેગ લગાવવા માટે 5,000-8000 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સાઇડ અને કર્ટનના એરબેગની કિંમત ઘણી વધારે હોય છે. આનો અર્થ એ થશે કે નાનાથી મધ્ય-સ્તરના સેગમેન્ટમાં વેચાયેલી દરેક કારની કિંમત લગભગ 30,000 થી 50,000 રૂપિયા સુધી વધશે.
કેન્દ્ર સરકારે ભારતમાં વેચાતી તમામ કાર પર ડ્યુઅલ એરબેગ ફરજિયાત કર્યા બાદ આ અંદાજ અપેક્ષિત ભાવ વધારા પર આધારિત છે, જેની અમલીકરણ તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.
કાર અકસ્માત દરમિયાન 6 એરબેગ્સ જોખમ ઘટાડવામાં કેવી રીતે મદદ કરશે?
6 એરબેગ્સ સાઇડ-ઇફેક્ટ સેફ્ટી આપે છે, જે અત્યારે એન્ટ્રી લેવલ સેગમેન્ટ માટે ખૂબ ઓછી છે. ભારતમાં એન્ટ્રી લેવલ કાર મોટે ભાગે પારિવારિક ઉપયોગ માટે છે, જેમાં ઓછામાં ઓછા બે સભ્યો પાછળની સીટ પર બેઠા હોય છે.
ભારતમાં મોટે ભાગે એવું જોવા મળે છે કે પાછળની સીટોમાં મુસાફરો દ્વારા સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવી સ્થિતિમાં અકસ્માત સમયે સીટ બેલ્ટ વગર એરબેગ્સનો કોઈ ઉપયોગ નહીં થાય. જોકે, 6 એરબેગ્સ આવ્યા બાદ પાછળની સીટો પર પણ સારી સુરક્ષા ઉપલબ્ધ થશે.
બેટર લાઇફ ફાઉન્ડેશનના સ્થાપક પિયુષ તિવારીના જણાવ્યા અનુસાર, 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે આવ્યા બાદ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 50 ટકા સુધી ઘટાડી શકાય છે. આ એરબેગ પાછળના મુસાફરોને વધુ સારી સુરક્ષા પૂરી પાડશે, જે અત્યાર સુધી કારમાં આપવામાં આવી ન હતી. જેના કારણે અકસ્માત સમયે પાછળ બેઠેલા મુસાફરો કારની અંદર ફ્રેમ સાથે ટકરાતાં ગંભીર રીતે ઘાયલ થતાં રહે છે.
તિવારીએ વધુમાં કહ્યું કે, આ સુવિધા ખાનગી કાર તેમજ કોમર્શિયલ વાહનોમાં સ્ટાન્ડર્ડ તરીકે આવવી જોઈએ, કારણ કે કોમર્શિયલ વાહનો રસ્તા પર વધુ સમય પસાર કરે છે.
ભારતમાં કેટલી કાર 6 એરબેગ વિકલ્પ સાથે આવે છે?
સામાન્ય રીતે 6 એરબેગ્સ ખાસ કરીને લકજરી કારમાં આપવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, ફોર્ડ મોટર્સ ઇન્ડિયા 6 એરબેગ વિકલ્પ રજૂ કરનારી પ્રથમ બ્રાન્ડમાંની એક હતી, ફોર્ડ ફિગો સૌથી સસ્તી કાર હતી જેની કિંમત રૂ 6.65 લાખથી શરૂ થાય છે.
હાલમાં, ફોર્ડ ફિગો (ટાઇટેનિયમ બ્લુ), હ્યુન્ડાઇ આઇ 20, ફોર્ડ ઇકોસ્પોર્ટ, હ્યુન્ડાઇ વેન્યુ , કિયા સોનેટ સહિત કોમ્પેક્ટ હેચ/ક્રોસઓવર સેગમેન્ટ થી લઈને , હ્યુન્ડાઇ ક્રેટા , મહિન્દ્રા XUV અને હ્યુન્ડાઇ Elantra 6 એરબેગ્સ સાથે આવે છે.