ગુજરાતી પત્રકારત્વમાં ચૂંટણી નજીક આવતાં હિટ વધારવામાટે શરૂ થયેલાં પોર્ટલ સૂત્રોના નામે સનસનાટી ફેલાવે છે. આ હોડમાં કેલેન્ડરના પાનાં બદલતા જાય અને દિવસ બદલાતાં સમાચારનાં નામે અફવાઓને સૂત્ર કહી સનસનાટી ફેલાવવામાં આવી રહી છે, 100માંથી બે અફવા સાચી ઠરે એટલે અમે આગળની હોડ લાગી જાય છે. ટીવી પત્રકારત્વને લાગ્યો છે ત્યારે Satyday.com માત્ર પત્રકારત્વને વળગી રહેવાનો નિર્ણય કર્યો કારણકે નામની જેમ સત્ય સાથે રહેવું હતું
પત્રકાર જગતનાં દિગ્ગજ પત્રકારોએ Satyday.comની વિશ્વસનિયતા સાથે હાથ મેળવ્યા અને કોઈ બાયલાઈન વગરના અને સનસનાટીથી અળગા રહી સત્યને વળગી રહ્યા જેનું પરિણામએ રહ્યું કે ગુજરાતનાં અને વિદેશમાં રહેતા વાંચકોએ અમને વધાવી લીધા
15 જુલાઈ 17થી શરૂ થયેલી Satyday.comની સત્યની સફર ગાંધીજીની દાંડી કૂચની જેમ મક્કમ પણ ઝડપથી આગળ વધી અને માત્ર ચાર મહિનામાં 4 કરોડ 3 લાખ 72 હજાર અને 517 વાંચકોએ વધાવી લીધા।
આ પ્રસંગે અમે અમારી ખુશી તમારી સાથે વ્યક્ત કરવાનું મન રોકી શકતા નથી, અમારી સત્ય સાથેની સફર આમજ આગળ વધતી રહેશે તાળી એક હાથે વાગતી નથી અમે હાથ લંબાવ્યો છે તમે પણ હાથ લંબાવશો તો Satyday.comનું જન્મવું અને જીવવું સફળ થઇ જશે.-
ગુલઝાર – CMD-Satyday.com