લાંબા સમય સુધી ખુલ્લી ગટર પર પતરા અને લાકડા મૂકી કામ ચાલી રહ્યું છે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના કામમાં સ્થાનિક બિલ્ડિંગના ખાળકૂવા નું પાણી આવતા કામમાં અડચણ [કોન્ટ્રાકટર]
પારડી : પારડી શાકભાજી માર્કેટના પ્રવેશ માર્ગ પર પાલિકા દ્વારા ગટર લાઇનનું બોક્ષનું કામ ઉમરસાડી નાં કોન્ટ્રાકટર સંદીપ દેસાઈ કામ કરી રહ્યા છે અને જે કામ દિવાળી પર્વના ચાલી રહેલ કામ ગોકુળ ગતિએ ચાલતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને અહીંના વેપારીઓ ને ધઘા-વેપારમાં રોજની ખુબજ મુશ્કેલીનો સામનો કરવા પડતો હોય છે અને કોન્ટાક્ટરને વારંવાર કહેવા છતાં એ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે જે સમસ્યા ને લઇ કોન્ટ્રાકટર સંદીપ દેસાઈ જણાવી રહ્યા છે કે અહીં આવેલ બિલ્ડિંગના ખાળકૂવા નું પાણી આવતા કામમાં મજૂરોને અડચણ પડી રહ્યું છે અને ગંદુ પાણીના કારણે મજૂરો કામ કરતા અચકાતા હોય છે પરંતુ બીજા મજૂરો લાવી કામ પૂર જોશમાં કરવાની પાલિકાના માજી ઉપપ્રમુખ ઉમેશ પટેલ સાથે ની હાજરી માં જણવ્યું હતું અને ગંદકીને લઇ ઇન્ચાર્જ આરોગ્ય ચેરમેન હરીશ પટેલ સાથે ની વાતચીત માં તેઓએ જણવ્યું હતું કે હું સ્થળ પર જોઈ જે કઈ હશે તે બાબતે ધ્યાન દોરીઃસુ અને કામ ઝડપી થાય જેની તકેદારી રાખશુ ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખુલ્લી ગટર નું કામ ક્યારે પૂર્ણ થશે જે બાબતે પાલિકા સભ્યો જવાદાર અધિકારો ધ્યાન દોરે તે હવે જરૂરી બની રહ્યું છે.