અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હોટલમાં કેટલાક ઈસમો પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદે કામ કરતા હોય છે. જેના અવારનવાર અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઇન હોટલમાં કુટણખાનું ધમધમી રહ્યું હતું. જેમાં આ હોટલની આજુબાજુ રહેતા 2 દલાલો ગ્રાહકને શોધી તેમને લાલચ આપીને આ હોટલ સુધી લઈ આવતા હતા.
હોટલનો મેનેજર ગ્રાહકોને મોબાઈલમાં યુવતીઓની તસવીર બતાવતો
હોટલ માર્વેલ્સ ઇનમાં આ ગ્રાહકને મેનેજર તેના મોબાઈલમાં યુવતીઓની તસવીરો બતાવીને તેમની કિંમત જણાવતો હતો. આ હોટલમાં યુવતીઓને મોકલનારી તાનીયા નામની મહિલા તેની બદલે તે કમિશન લેતી હતી. તે એરપોર્ટ સર્કલની નજીક જ રહે છે અને તે પણ કેટલાક ગ્રાહકને આ હોટલમાં મોકલી આપતી હતી.પોલીસને આ મામલે બાતમી મળી હતી.જેથી પોલીસે આ આરોપીની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ટ્રેપ ગોઠવી હતી.પોલીસે વેશપલટો કરીને નકલી ગ્રાહક બનીને આ બે દલાલ પાસે ગઈ હતી.
મેનેજરે બતાવેલી તસવીરો પૈકીની યુવતીઓ હોટલના રૂમમાં દેખાઈ
આ દલાલો પોલીસને ગ્રાહક સમજીને હોટલમાં લઇ ગયા અને મેનેજર સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક બનેલી પોલીસને મેનેજરે યુવતીની તસવીરો બતાવી ત્યારબાદ તેમણે તેની કિંમત પણ કહી હતી. પોલીસે આખરે તેમની ઓળખ આપી ત્યારે તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. સાથે પોલીસે હોટલના રૂમ ચેક કર્યા તો તેમાં તેજ યુવતીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રેપ ગોઠવીને તમામ આરોપીની અટકાયત કરી છે. સાથે હોટલના માલિકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. આ દલાલોને ગ્રાહકને હોટલ સુધી લાવવાના 300 રૂપિયા જેટલું કમિશન મળતું હતું. જેથી આ દલાલો ગ્રાહકને લાલચ આપીને આ હોટલ સુધી લઈ આવતા હતાં.