આજે ભારતમાં લોન્ચ થયો Vivo આ સ્માર્ટફોની ખાસિયત છે તેની 18:9 ફૂલ વ્યુ ડિસ્પ્લે અને 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરા.શરુઆતમાં આ ફોન માત્ર ઈ-કૉમર્સ સાઈટ ફ્લિપકાર્ટ દ્વારા જ વેચવામાં આવશે. ફ્લિપકાર્ટ Vivo v7 સાથે ઘણા આકર્ષક ઑફર આપવા માટે તૈયાર છે. ફોનના લોન્ચ બાદ જે ગ્રાહક આ ફોનની પ્રી-બુકિંગ કરાવશે, તેમને ઘણા ઑફર્સ આપવામાં આવશે. તેમની માટે નો કૉસ્ટ EMI ઑફર મળશે. તેમની પાસે પોતાનો જૂનો ફોન એક્સચેંજ કરાવવાનો પણ વિકલ્પ છે. HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર કેશબેક મળશે.
પ્રી-બુકિંગ કરાવનાર માટે વન ટાઈમ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ અને બુક માય શો પર કપલ મૂવી વાઉચર્સ ફ્રી છે. ડિલિવરી માટે પ્રી-બુકિંગ કરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે. ભારતમાં તેની કિંમત લગભગ 18,300 રુપિયા હોઈ શકે છે. ડ્યુલ સિમવાળો આ ફોન 7.1 નુગટ પર આધારિત ફનટચ OS 3.2 પર ચાલે છે. સ્માર્ટફોનમાં 5.7 ઈંચની HD IPS ફૂલવ્યુ ડિસ્પ્લે છે, જેનો રેઝોલ્યુશન 1440×720 પિક્સેલ છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઑક્ટા-કોર સ્નેપડ્રેગન ચિપસેટ લાગેલો છે.
Vivoએ આ ફોનમાં v7+ની જેમ જ સ્નેપડ્રેગન 450 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Vivo V7માં 16 મેગાપિક્સેલનો રિયર કેમેરા છે. આ કેમેરાનો અપર્ચર F/2.0 છે. આ સિવાય તમને 24 મેગાપિક્સેલનો ફ્રંટ કેમેરા પણ મળશે જે મૂનલાઈટ ગ્લો સેલ્ફી લાઈટથી સજ્જ હશે. ઈંટરનલ સ્ટોરેજ 32 GB છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમા 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટુથ 4.2, GPS/A-GPS, માઈક્રો USB અને FM રેડિયો સામેલ છે. તેમાં 3000 mAh બેટરી છે.