ભારતમાં ફેસબુકે પોતાની એપમાં માર્કેટપ્લસ કરીને એક નવા ફીચરની શરુઆત કરી છે. જેના દ્વારા તમે ફેસબુક પર જ જૂનો સામાન વેચી-ખરીદી શકશો. હાલ આ ફીચરને ટ્રાયલ રુપે ફક્ત મુંબઈ માટે શરુ કરવામાં આવ્યું છે.જો વધુ સમુસુતરું પાર પાડશે તો સમગ્ર દેશમાં તેનો આરંભ કરવામાં આવશે.. માર્કેટપ્લસમાં વેચાણ માટે પ્રથમ જૂના સામાનનો ફોટો અપલોડ કરો અને તેના માટે એડ મૂકો. જો ખરીદી કરવી હોય તો સામાનને બ્રાઉઝ કરવાનો રહેશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે દુનિયાની સૌથી મોટી સોશિલય નેટવર્કિંગ કંપની દ્વારા આ માર્કેટપ્લસ OLX અને ક્વિકર જેવી એપ્સને ટક્કર દેવા માટે શરુ કરવામાં આવી છે. આ માર્કેટપ્લેસ પર તમે ફોટો અપલોડ કરીને તમામ વિગત નાખી શકો છો. તેમજ કોઈ સામાન ખરીદવા માટે સમગ્ર માહિતી બ્રાઉઝ કરી શકો છો.હાલ ભારતમાં જૂના સામાન ખરીદ-વેચાણ પર OLXનું માર્કેટ સૌથી મોટું છે.
ઉલ્લેખનીય છે કે ફેસબુકની આ સેવા અમેરિકા સહિત 25 દેશોમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. તેમજ હાલમાં જ બીજા 17 દેશોમાં શરુ કરવામાં આવી છે. ફેસબુક એપમા આપવામાં આવેલ નવા શોપ બટનને ક્લિક કરીને તમને માર્કેટપ્લેસ પરથી લિસ્ટ મુજબ વસ્તુઓ ખરીદી શકો છો.ઘરવખરી અને ઈલેક્ટ્રોનિકસ જેવી જૂદી જૂદી કેટેગરી માટે પણ સર્ચની સુવિધા માર્કેટપ્લસમાં છે. માર્કેટપ્લસની વિશેષતા એ છે કે તેની પર વેચાણકર્તાની પ્રોફાઈલ જોઈ શકાય છે અને પ્રમાણિકતા જાણી શકાય છે.