ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ને સુશાસનના 5 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેના ઉપલક્ષમાં સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ નવ દિવસ ઉજવણી કરી સુશાસનમાં કરેલા કર્યો ને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના ભાગ રૂપે અમદાવાદ કાંકરિયા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનો એ ભાગ લઈ 4 કિલોમીટર લાંબી મેરેથોન રેસ કરી હતી આ મેરેથોન રેસમાં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.આ મેરેથોન દોડ યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને સાથે રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવા હેતુસર આ મેરેથોન રેસનું આયોજન અમદાવાદ ભાજપા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું.
જોકે આ કાર્યક્રમની નકારાત્મક બાબત એ હતી કે આ કાર્યક્રમમાં હાજર અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કોરોના વાયરસના નિયમો નેવે મૂકી ભીડ એકઠી કરી ફોટા પાડવામાં રહ્યા વ્યસ્ત રહયા હતા.એમની આ બેદરકારી જોઈને કોઈના પણ મનમાં પ્રશ્ન થાય કે ! ક્યાં છે શહેર પ્રમુખ અમિતશાહ નું માસ્ક ? પ્રજાના પ્રતિનિધિ જ જો નિયમોનું પાલન નહિ કરે તો સામાન્ય નાગરિક પાસેથી શું આશા રાખવી ? શું :અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કોરાનાને કારણે ખેલાયેલા મોતના તાંડવને ભૂલી ગયા છે.તે ત્રીજી લહેરને સામે આવકારી તો નથી રહ્યાને ?આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે યુવામોરચા ના આગેવાન દર્શક ઠાકર સહિતના નેતાઓ પણ માસ્ક વગર દેખાયા હતા.હવે સવાલ એ ઉભો થાય કે કે સામાન્ય પ્રજા પાસેથી મોટો દંડ ઉઘરાવતી પોલીસ કે તંત્ર શું અમિત શાહ,દર્શન ઠાકર સહીત જેમણે પણ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કર્યો છે એમની વિરુદ્ધ કોઈ પગલાં ભરશે ? એમની પાસેથી દંડ વસૂલશે ? કે પછી હૈસો હૈસો ?