એપલનો iPhone X આમ તો ઘણા દમદાર ફીચર્સથી સજ્જ છે, પરંતુ એક ફીચરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને તે છે એનિમોજી. એનિમોજી એક એવું એનિમેટેડ રિયલ ટાઇમ મેસેન્જર છે, જેનો ઉપયોગ કરી યુઝર પોતાના અવાજ સાથે પોતાના ચહેરાના એક્સપ્રેશન બતાવી શકે છે.
એપલે iPhone Xમાં 12 એનિમોજી આપ્યાં છે, જેમાં પૂપ, પાન્ડા, પિગ, રોબોટ અને કેટલાંક અન્ય સામેલ છે. આવનારા મહિનાઓમાં તેની સંખ્યા વધી જશે. જો તમે iPhone X ન ખરીદ્યો હોય અને તે તમારા બજેટની બહાર હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે પણ એનિમોજી ફીચરનો ઉપયોગ કરી શકો છો. તે માટે એન્ડ્રોઇડ યુઝર્સે પ્લે સ્ટોરમાં જઈને MRRMRR એપ ડાઉનલોડ કરવી પડશે.
આ એપ ફેસ ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી નથી, પરંતુ તમારા ફોનના ફ્રન્ટ ફેસિંગ કેમેરાનો ઉપયોગ કરે છે. જોકે તેની ક્વૉલિટી એટલી સારી નહિ હોય, પરંતુ તેમ છતાં કંઈ ન હોવું તેના કરતાં તો તે સારું જ છે.તો આ એપ ડાઉનલોડ જરૂરથી ટ્રાય કરજો નવા એનિમોજી.