ચીનની સેનામાં જલ્દી જ લાંબા સફરની એક એવી અાંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલ શામેલ થવા જઈ રહી છે જે દુનિયાના કોઈ પણ ખૂણામાં નિશાન સાધી શકે છે. ચીનની નેક્સ્ટ જનરેશનની આ મિસાઈલ આવતા વર્ષે સેનામાં શામેલ થઈ શકે છે.
આ મિસાઈલ પરમાણુ હથિયારોને એકસાથે લઈ જવામાં સક્ષમ હશે. તૂંગફૂંગ-41 નામની આ મિસાઈલ દુશ્મનોના મિસાઈલના ખતરાને અને ડિફેન્સ સિસ્ટમને પણ માત આપવામાં સક્ષમ છે. આ મિસાઈલની સ્પીડ મેક 10 ( અવાજની ગતિથી 10 ગણી ઝડપી, કલભગ 12,900 કિલોમીટર પ્રતિ કલાક) થી પણ વધારે હશે.
આ વર્ષે 2012માં આ મિસાઈલની જાહેરાત થયા બાદથી અત્યાર સુધીમાં તેનું આઠ વખત પરિક્ષણ થઈ ચુક્યું છે. અને તે પીપલ્સ લિબરેશન આર્મીમાં 2018માં શામેલ થઈ જશે. તૂંગફૂંગ-41 ત્રણ સ્તરિય ઈઁધણ મિસાઈલ છે અને તેમાં ઓછામાં ઓછી 12,000 કિલોમીટરની મારક ક્ષમતા છે. તેનો મતલબ આ થયો કે ચીનથી દુનિયાના કોઈપણ ખુણામાં નિશાનો સાધી શકાશે. આ મિસાઈલ 10 પરમાણુ હથિયારોને એક સાથે લઈ જઈ શકે છે અને અલગ-અલગ નિશાન લગાવી શકે છે.
રશિયાના વિશેષજ્ઞો અનુસાર અમેરિકાને ધ્યાનમાં રાખીને આ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલથી અમેરિકા અને યુરોપના બધા જ ભાગમાં નિશાન લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ચીન પાસે લાંબા અને મધ્યમ અંતરની મિસાઈલોનો મોટો જથ્થો છે.