Ahmedabad Voter List Controversy: લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા હતા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
7 Min Read

Ahmedabad Voter List Controversy અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો

દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2025

Ahmedabad Voter List Controversy 2015-16માં દર વખતની જેમ મતદારયાદીમાં મોટી સંખ્યામાં મતદારોના નામ ગુમ થવાની ફરિયાદો તંત્રને મળી હતી. ગુમનામ એટલે કે અપ્રસિદ્ધ, નનામું, નામ વગરના એવો મતલબ છે.2024માં લોકસભાની ચૂંટણીમાં આ લેખક અને તેમના પત્નીના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. મતદાન કરવા ગયા ત્યારે જ ખબર પડી કે જ્યાં 35 વર્ષથી મતદાન કરતા હતા તે યાદીમાં નામ નથી.

- Advertisement -

અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાની 22 નવેમ્બર 2015માં ચૂંટણીમાં મતદાન થયું તે પહેલાં અમદાવાદમાંથી 1.25 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગુમ થઈ ગયા હતા.

અમદાવાદના બાપુનગરમાં 90 ટકા પાટીદાર મતદારોના નામ પર ડિલીટ લાલ લીટા મરાયા હતા.

એડવોકેટ કે એમ કોસ્ટીએ જાહેર કર્યું હતું કે, 15 દિવસ પહેલા નામ રદ કરી દેશે. તે અંગે ગુજરાત વડી અદાલતમાં જાહેરહિતની બે અરજી થઈ તેમાં ચુકાદો આપ્યો ન હતો.

- Advertisement -

પંચ 14 દિવસ પહેલા રદ અને ફેરફાર કરી શકે. સત્તાની રૂએ તે મતદારોના નામ રદ કરી શકે છે.

14મી ડિસેમ્બરે મતદાન સમયે મોટી સંખ્યામાં લોકો ફરિયાદો કરી હતી. પાટીદાર આંદોલન હોવાથી પાટીદારોની પુરી સોસાયટીના મતદારોના નામ જિલ્લા કલેક્ટરે કાઢી નાંખ્યા હતા.

મતદાર સ્લીપ મળી હોવા છતાં પોતાનું નામ મતદાર યાદીમાંથી કઈ રીતે નીકળી ગયું તેની ફરિયાદો લઇ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા.

8 એપ્રિલ 2029માં મતદાર યાદીમાંથી નામ ગુમ થવા મુદ્દે વડી અદાલતે ચૂંટણીપંચના જવાબને માન્ય રાખી જાહેર હિતની અરજીનો ખટલો નિકાલ કર્યો હતો.

- Advertisement -

અમદાવાદ શહેરમાં સવા લાખ લોકોના મતદાર યાદીમાંથી નામ ગાયબ કરી દેવાયા હોવાની ફરિયાદ વડી અદાલતમાં થઈ હતી. વોટર કાર્ડ હોવા છતાં નામ ગુમ કરી દેવાયા હતા. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે
ચૂંટણી પંચે રજુ કરેલા જવાબને વડી અદાલતે માન્ય રાખીને મતદારોનો દાવો કાઢી નાંખ્યો હતો.

ચૂંટણી પંચે જવાબમાં જણાવ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ તેમાં ફેરફાર થઈ શકે નહીં. નિયમો પ્રમાણે નામ કમી કરવામાં આવ્યા હતા. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામું રજૂ કરીને વિગતો વડી અદાલતને આપી હતી.

election commission.jpg

ચૂંટણી પંચે વડી અદાલતમાં જણાવ્યું કે, રાજ્યમાં 6.96 લાખ નવા મતદારો ઉમેરાયા હતા. જેમાં 3.35 પુરૂષ અને 3.60 લાખ મહિલા મતદારો હતા. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચનો દાવો અહીં એટલા માટે ખોટો સાબિત થાય છે કે મહિલાઓની વસ્તી ઓછી હોવા છતાં નવા મતદારો વધારે નોંધ્યા હતા.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 3.16 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાંખ્યા હતા. જેમાં 1.63 લાખ પુરૂષ અને 1.53 લાખ મહિલા મતદારો હતા.

આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નોંધણી કરાવવા છતાં નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવતા નથી. નામ દૂર કરી દેવામાં આવ્યા હતા. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે નવેમ્બર 2015માં મતદારોના નામ ગુમ થતાં ભાજપ દ્વારા લોકશાહીનું હનન કરવામાં આવ્યું હોવાનો ગુમનામ મતદારોમાં આક્રોશ હતો.

bjp congress.jpg

ભાજપે કહ્યું કે, પાટીદારો ભાજપની સાથે છે. કોંગ્રેસને પોતાની હાર દેખાઇ રહી છે, આવા આક્ષેપ કરાઇ રહ્યા છે. ચૂંટણી પંચનું આ કાર્ય છે. ચૂંટણી પંચ રાતોરાત નામ ગાયબ કરી દેતી નથી. નામ ચેક કરવાના હોય છે. આ કાર્ય ચૂંટણી પંચનું છે. ક્યારેક બે કે ચાર લોકો આવો આક્ષેપ કે કાર્ય કરે તો એવું ના માની લેવાય કે બધે આવું છે. મતદારો કહી રહ્યા હતા કે કોંગ્રેસને કરો માફ ભાજપને કરો સાફ. અને આ ચૂંટણી પછી આનંદી પટેલ સાફ થઈ ગયા હતા. તેમણે ફેસબુક પર રાજીનામું આપવું પડ્યું હતું. અમિત શાહે તેમને હાંકી કાઢી વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવીને કઠપુતળી સરકાર બનાવી હતી.

અમદાવાદમાં દર ચૂંટણીએ 1થી 2 લાખ મતદારો મતદાનના દિવસે રદ કરી દેવાય છે, ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે 2017ની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદારોના નામો ગુમ કરી દેવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

2017
કેન્દ્રીય ચૂંટણી પંચે 2017માં વિધાનસભાની ચૂંટણીની મતદાર યાદી જાહેર કરી તેમાં મુસ્લિમ મત વિસ્તાર દરિયાપુરમાં મથદાન મથકોમાં 4 હજાર મતદારોના નામો રદ કરી ગુમ કરી દેવામાં આવ્યા હતા.
129 નંબરના મતદાન મથકમાં 41 પાનામાં નામો હતા નવી યાદીમાં 14 પાના રખાયા હતા.
136 નંબરના મથકના 1થી 36 પાનાની સામે 4 પેજ હતા.
166 નંબરના મતદાન મથકમાં 36 પેજના સ્થાને 4 પેજ હતા.
બાકીને નામ ઉડાવી દેવાયા હતા.

amit shah.jpg

અમિત શાહ અને આનંદીબેનના વિસ્તારમાં મતદારો ગુમ

ઘાટલોડિયા પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો મત વિસ્તાર છે. આ વિસ્તારમાં પણ 2017માં 5,000થી વધુ મતદારોના નામ ગાયબ થઇ ગયા હતાં. અહીંના કર્મચારી નગરમાંથી 4000 મતદારોના નામ ગાયબ હતા. નામ પર ડિલીટના સિક્કા મારેલા હતાં.

આ રીતે ખોખરા, લાંભા, નારણપુરા, સ્ટેડિયમ વોર્ડ, સરસપુર, ગોતા, ઇન્દ્રપુરી, નિકોલ, નરોડા, ગોમતીપુર, ચંદુલાલની ચાલી, ભાઇપુરા, ખાડિયા વગરે વિસ્તારોમાં અનેક મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના નામ મતદાર યાદી નહીં હોવા બાબતે હોબાળો મચાવ્યો હતો.

લાંભામાં 600, ઇન્દ્રપુરીમાં 1000, ખોખરામાં 500, નારણપુરામાં 700, ગોતામાં 300ના પેન ડિલીટ કરી દેવાયા હતા. ચાંદલોડિયા, સાબરમતી, નિકોલ, ભાઈપુરા – હાટકેશ્વર, વિરાટનગર, દ્વારકાધીશ નગર, ગાંગુલીની ચાલી, ઠક્કરબાપા નગર, ઇન્ડિયા કોલોની, વિરાટનગર, લાંભા, રાણીપ, ચાંદખેડા, લાંભા સહિતના વિસ્તારોમાંથી મતદાન કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું.

લોકસભામાં કેટલા મત ગુમ થઈ શકે

આમ અમદાવાદની 21 વિધાનસભા બેઠકમાં જ્યાં ભાજપને મત મળે તેવું ન લાગે તેવી વસાહતો છેલ્લી ઘડીએ ડીલીટ કરીને લાલ શાહીથી રદ કરી દેવાની પરંપરા ભાજપ સરકારે 2007થી શરૂ કરી હોય તેવું લાગે છે. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે જે 2024ની લોકસભામાં પણ કર્યું હતું. તેથી સત્તાધારી પક્ષને ચૂંટણી જીતવી આસાન થઈ જાય તેમ છે. તે ચૂંટણીના પરિણામો પણ બદલી શકે છે. ધોળકામાં તો મતદાન થઈ ગયા તે મત ન ગણીને ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જીતેલા જાહેર કર્યા હોવાનો એક ગુનો વડી અદાલતમાં ચાલી રહ્યો છે.

અમદાવાદમાં નવા નોંધાયેલા, મતદારો કાર્ડમાં સુધારા-વધારા કર્યા કે સ્થળાંતર સહિતના તમામ કેસોમાં મોટાભાગના મતદારોના મતદારકાર્ડ મળ્યા જ ન હોવાની વ્યાપક ફરિયાદો સતત રહે છે. ઓલ ગુજરાત ન્યૂજના અહેવાલ પ્રમાણે કેટલીક સોસાયટીઓના નામો મતદારયાદીમાં નથી હોતા. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ગુલબાઇ ટેકરા વેણુધર સોસાયટી ગુમ કરી દેવામાં આવી હતી.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.