સુરતમાં કતારગામના ઇજનેરની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે અને ઈજનેરે જાણે કે ગાંધીછાપ ચશ્મા પહેરી લીધા હોવાનું સપાટી ઉપર સુરત માં ગેરકાયદે બાંધકામો નો રાફડો ફાટી નીકળ્યો છે અને જ્યાં મલાઈ મળે ત્યાં બધા કાયદા ભુલાઈ જતા હોવાનું સામે આવી રહ્યું છે અને નાના માણસો માટેજ નિયમો હોય તેવું લાગી રહ્યું છે.
ઘણા બધા બાંધકામો પૈકી અહીં કેટલાક બાંધકામો ની ડિટેઇલ આપીએ છીએ કે જ્યાં ગેરકાયદે હોવા છતાં કતારગામ ઈજનેર ને તે બધું દેખાતું નથી.
આ વિસ્તારમાં ટી. પી.-3, પ્લોટ નંબર -170-B-1,નંદુડોસીની વાડી વસ્તા દેવડી ખાતે ચાલતા ગેરકાયદે બાંધકામ નું 3.5 ની મંજુર પ્લાનની વિપરીત થતું બાંધકામ ઈજનેર સાહેબ ને દેખાતું નથી.
આગેરકાયદે બાંધકામમાં બિલ્ડર ઉપર નો પ્રેમ દેખાઇ આવે છે.
બીજા એક બાંધકામ ઉપર નજર કરવામાં આવે તો ટી.પી.૨૪(ટુંકી)
સબ પ્લોટ 197-198-199
પંડોળ ઈન્ડ્રિસ્ટ્રીઝ અેસ્ટેટ વિભાગ -૨ વેડરોડ કતારગામ ઉપર નું ગેરકાયદે બાંધકામ સામે પણ તંત્ર એ આંખે પાટા બાંધી દીધા છે અને અહીં તેઓ ને કઈ ગેરકાયદે દેખાતું નથી આમ આ બાંધકામ માટે પણ ઈજનેર સામે આંગળીઓ ઉઠી રહી છે.
લોકશાહી દેશ માં જે લોકો ને જવાબદાર ખુરશી આપવામાં આવી છે તેવા જવાબદારો જ ભ્રષ્ટ બની જતા હવે નિયમો માત્ર ગરીબો માટે જ હોય તેવું જણાય રહ્યુ છે આમ આ બન્ને ગેર કાયદે બાંધકામો મુદ્દે કતારગામ ઈજનેર શંકા ના દાયરા માં આવી ગયા છે.