ગઈ લગ્ન સીઝન યાદ છે નોટબંધીના કારણે કેટલાય લગ્ન પાછા ઠેલાયા હતા તો કેટલાકે બહુજ સાદગીથી લગ્ન કર્યા હતા ગયા વર્ષે નોટબંધીની સૌથી ખરાબ અસર વેડિંગ ઈન્ડસ્ટ્રી પર પડી હતી મોટાભાગના લગ્નોની તારીખ પાછી ઠેલવી પડી હતી અને બજેટમાં 50થી 80 ટકા સુધીનો કાપ મૂકાઈ ગયો હતો. લોકો લગ્ન પ્રસંગોમાં ખૂબ જ સાચવીને ખર્ચ કરતા હતા. આ સાથે ડિઝાઈનર વેર અને જ્વેલરી ઈન્ડસ્ટ્રી પણ ખતરામાં મૂકાઈ ગઈ હતી. ભવ્ય ભારતીય લગ્નો જાણે એક સ્વપ્ન બની ગયા હતા.
બ્રાઈડલ અને લાઈફ એક્ઝિબિશનમાં અગ્રણી કંપની બ્રાઈડલ એશિયાના ચીફ ઓપરેટિંગ ઑફિસર ધ્રુવ ગુરવારા પણ બજારને લઈને ખાસ્સા ઉત્સાહી છે. ધ્રુવ જણાવે છે, “વેડિંગ માર્કેટમાં ખર્ચ કરવાનું લોકોનું સેન્ટિમેન્ટ યથાવત્ છે. દેશમાં ભવ્ય લગ્નોનો ટ્રેન્ડ ફરી શરૂ થઈ ગયો છે. નોટબંધીને કારણે સિસ્ટમમાંથી નીકળી ગયેલી રોકડ હવે પાછી ફરી છે અને વેન્ડર્સને ઓનલાઈન પેમેન્ટ મળી રહ્યા છે. ઈન્ડિયામાં વેડિંગ ઈન્ડસ્ટ્રીનું કદ 40 અરબ ડોલર છે જેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે.”
લગ્નમાં લોકો મનમુકીને ફરી એકવાર ખર્ચા કરતા થઇ ગયા છે પોતપોતાની હેસિયત અને માભા પ્રમાણે લોકો લગ્ન કરી રહ્યા છે હવે GST માં પણ રાહત મળતા લોકો ફરી ઉમંગ ઉસ્તાહમાં આવી ગયા છે.